Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વૃંદાવન ગ્રુપ દ્વારા ગુરૂવારે રંગીલો રાસોત્સવ

કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે એક દિવસીય આયોજનઃ ટીકટોક સેલીબ્રીટી નિલેશ શીશાંગીયા-ડો. ઉત્પલ જીવરાજાની પણ ખેલૈયાઓમાં જોમ ચડાવશેઃ પાસ વિતરણ ચાલુ

રાજકોટ તા.ર૪ : વૃંદાવન ગ્રુપ દ્વારા રંગીલો રાસોત્વનું તા. ર૬ ગુરૂવારે સાંજે ૭ વાગ્યાથી કર્ણાવતી પાર્ટી પ્લોટ, ગીરીરાજ રેસ્ટોરન્ટની પાછળ, મટુકી રેસ્ટોરન્ટની સામે વનડે દાંડીયા રાસનું આયોજન કરેલ છે જેમાં ખ્યાતનામ ટીકટોક સેલીબ્રીટી નીલેશ શીશાગીયા (ચિંતામણી), ડો. ઉત્પલ જીવરાજાની (શીરોમણી) કર્તિ પટેલ, ઉન્નતી પટેલ, શીમ્પી માધુરી, શૈલી મહેલી, જાનવી રાવલ, મીસ ગુજરાત કોમલ કુલવાણી જેવા ખ્યાતનામ કલાકારો તથા સીગર હેમંત જોષીની સાથે દાંડીયા રાસનું આયોજન નિખીલભાઇ નિમાવત કૌશીકભાઇ દેવમોરારી, વિશાલભાઇ નૈનજી, સુધીરભાઇ નિમાવત એ કરેલ છે.

જેમાં ખેલૈયાઓને લાખેણા ઇનામોની વણઝાર કરવામાં આવશે ખેલૈયાઓને વૃંદાવન યાત્રા સંઘ તરફથી સીમલા મનાલીનું પેકેજ, સોમેશ્વર ફાર્મ તરફથી હોટલ વાઉચ્ચર ગીફટ તથા અલગ અલગ ઇનામોથી ખેલૈયાઓને નવાજવામાં આવશે. આ દાંડિયા રાસમાં ખ્યાતનામ કણકણ ગ્રુપના જજીસ રહેશે. પારિવારીક માહોલમાં માતાજીની આરતી સાથે આ દાંડીયાની શરૂઆત દાંડીયા કિંગ સીગર હેમંત જોષી કરાવશે. રંગીલો રાસોત્સવના પાસ ડિવાઇન ટેટુ, સ્વામીનારાયણ મંદિર સામે નકલંક ચા સ્ટોલની ઉપર કાલાવડ રોડ ઉપરથી મળશે. અને ત્યાંથી પાસ લેનારને ટેટુ ઉપર ૩૦ ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે પાસ તેમજ વધુ માહિતી માટે (મો.૯૭ર૪૯ ૦૯૦૦૯) તથા બાલાજી ગ્રાફીકસ લક્ષ્મીવાડી મેઇન રોડ આનંદ બેકરીની બાજુમાં રાજકોટ, બાલકૃષ્ણ વિદ્યામંદિર કૃષ્ણનગર મેઇન રોડ, ગુરૂપ્રસાદ ચોક પાસે રાજકોટ ખાતે સંપર્કકરવા યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:09 pm IST)