Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

આવ્યા માં ના નોરતા.... ગરબાની તૈયારીઓ શરૂ

રાજકોટ : આસો માસના નવલા નોરતા નજીક આવતા જ કુંભારી ભાઇઓ દ્વારા ગરબા બનાવવાનું કાર્ય આરંભી દેવામાં આવે છે. માટીમાંથી તૈયાર થતા ગરબામાં કાણાની ભાત પાડી અવનવા રંગોથી સુશોભિત કરવામાં આવે છે. માટે ઘરે ઘરે  સ્થાપન માટે આવા ગરબા તૈયાર કરવાનું કામ અહીંના અંડરબ્રીજ ઉપરના ભાગે ધમધોકારથી ચાલી રહ્યુ છે. મહેશભાઇ માટલાવાળા ભાવથી માતાજીના ગરબા તૈયાર કરતા તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:34 pm IST)