Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ફાયનાન્સ પેઢી પાસેથી લોન લઇને આપેલ ચેક રિટર્ન થતા આરોપીને કોર્ટનું સમન્સ

રાજકોટ, તા. ર૪ : વેપારી નીખીલ મહેશભાઇ કોટેચાએ રાજકોટના ઓમ ફાઇનાન્સ પેઢી પાસેથી લોનની માગણી કરતા ફરીયાદી ઓમ ફાઇનાન્સએ નીખીલ મહેશભાઇ કોટેચાને ફાઇનાન્સના ધારા ધોરણ મુજબ કાયદેસર લોન આપેલ તેના ચૂકવણા પેટે ચેક આપેલ. જે ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરતા અદાલતે તહોમતદાર નીખીલ મહેશભાઇ કોટેચા સામે અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

ફરીયાદી પેઢીએ તેમના એડવોકેટ હર્ષિલ પી. શાહ મારફત તહોમતદારને લીગલ ડીમાન્ડ નોટીસ પાઠવેલ, જે મળી જવા છતાં ફરીયાદી પેઢીનું કાયદેસરનું લેણુ ચૂકવેલ ન હોવાથી ફરીયાદી પેઢીએ દસ્તાવેજી પુરાવા સાથે તહોમતદાર વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતો તથા દસ્તાવેજોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, તહોમતદારે ફરીયાદી પેઢી પાસેથી લોન લઇ તે લેણુ પરત ચૂકવવા ચેક આપી તે ચેક પાસ થવા ન દઇ, તહોમતદારે ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ની કલમ-૧૩૮ હેઠળ ગંભીર પ્રકારનો ફોજદારી ગુનો આચરેલ જે તમામ રજૂઆતો ધ્યાને લઇ અદાલતે તહોમતદારને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી પેઢી ઓમ ફાઇનાન્સના પ્રોપરાઇટર હરપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા વતી, રાજકોટના ધારાશાસ્ત્રી પિયુષભાઇ શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીતેશભાઇ કથીરીયા, નીવિદભાઇ પારેખ, હર્ષિલભાઇ શાહ, વિશાલભાઇ સોલંકી, જીતેન્દ્રભાઇ ધુડકોટીયા, વિજયભાઇ પટગીર, રાજેન્દ્રભાઇ જોશી, વિજયભાઇ વ્યાસ રોકાયેલા હતાં.

(3:28 pm IST)