Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

એક્રોલોન્સ કલબ દ્વારા જાજરમાન નવરાત્રી મહોત્સવ

કાલાવડ રોડના ડ્રાઈવ ઈન સિનેમાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જામશે શાનદાર રાસોત્સવ * રાસરસીયાઓ માટે ફૂડ આઉટલેટમાં અનેક વાનગીઓ * કડક સુરક્ષા કવચ... પ્રતિષ્ઠિત સંસ્થાઓ - કંપનીઓનો સહયોગ * એક્રોલોન્સ કલબના આયોજનને દિપાવવા ડી.વી.મહેતા, પરેશભાઈ ગજેરા અને કિરીટભાઈ આદ્રોજાના નેતૃત્વમાં ચાલતી તૈયારી

રાજકોટ : અકિલા કાર્યાલય ખાતે એક્રોલોન્સના નવરાત્રી મહોત્સવની વિગત 'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને આપતા એન્જલ પંપના કિરીટ આદ્રોજા, શકિત સ્કુલના સુદીપ મહેતા, જીનીયસ ગ્રુપના જય મહેતા, ડ્રાઈવીંગ સિનેમાના દિપ માંડવીયા અને કૌશલ માંડવીયા સાથે અકિલાના ઉદય વેગડા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૪ : રંગીલુ શહેર ગણાતુ રાજકોટ શહેર ચારે દિશાએથી ખૂબ વિકસી રહ્યુ છે. રાજકોટીયન્સ તમામ તહેવારો ખૂબ ધામધૂમપૂર્વક ઉજવે છે. આ વર્ષે નવરાત્રી મહાપર્વની ઉજવણી કરવા શહેરના શિક્ષિત અને ઉદ્યોગકારોના બનેલા સમૂહ એક્રોલોન્સ કલબ દ્વારા નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સંગીતની સુમધુર સુરાવલી સંગ પારિવારિક માહોલમાં શાનદાર રાસોત્સવ યોજાશે. જેમાં ધૂમ મચાવવા ખેલૈયાઓ ઉત્સુક બન્યા છે.

એક્રોલોન્સ મેમ્બર્સ કલબ તરફથી રાજકોટમાં ડ્રાઈવ ઈન સિનેમા, કાલાવડ રોડ ખાતે એક 'લાઈફસ્ટાઈલ કલબ' બનાવી રહ્યા છે. આ કલબનું લોન્ચીંગ ગત વર્ષે ગુજરાતની શ્રેષ્ઠ ગાયિકા ઐશ્વર્યા મજમુદારના સંગાથે અતિ ભવ્ય ગરબાના કાર્યક્રમથી થયેલ. આ કાર્યક્રમમાં આશરે ૨૫૦૦૦ લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમનો આનંદ લીધેલ.

આ વર્ષે એક્રોલોન્સ મેમ્બર્સ કલબ - ૯ દિવસની નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યુ છે. આ નવરાત્રીનું આયોજન જનરલ પબ્લીક માટે નહિં પરંતુ રાજકોટના સિલેકટેડ અને શ્રેષ્ઠ લોકો માટે જ છે. રાજકોટના અલગ અલગ વર્ગના શ્રેષ્ઠ લોકો તથા ટોચના ગ્રુપ આ આયોજનમાં જોડાઈ રહ્યા છે.

એક્રોલોન્સ નવરાત્રી એક ફેમીલી નવરાત્રી તરીકે રાજકોટમાં પ્રસ્થાપિત થાય તેવો અમારો પ્રયત્ન રહેશે. નવરાત્રી મહોત્સવ આયોજનને દિપાવવા ડી.વી.મહેતા (મો.૯૮૯૮૦ ૨૬૬૬૪), પરેશભાઈ ગજેરા અને કિરીટભાઈ આદ્રોજા જહેમત ઉઠાવે છે.

તેમ કિરીટભાઈ આદ્રોજા અને સુદીપભાઈ મહેતા (મો.૯૯૨૫૫ ૧૩૧૩૧)એ જણાવેલ. આ ભવ્ય નવરાત્રીનું આયોજન ડ્રાઈવ ઈન સિનેમાના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર થવા જઈ રહ્યુ છે. આ ગ્રાઉન્ડનું ક્ષેત્રફળ આશરે ૫૫,૦૦૦ વાર એટલે કે આશરે ૫ લાખ સ્કવેર ફૂટ છે. આ ગ્રાઉન્ડ રાજકોટનું સૌથી મોટુ લોન વાળુ ગ્રાઉન્ડ હશે, જેના ઉપર નવરાત્રીનું આયોજન થશે. આ ગ્રાઉન્ડમાં ૧૦૦૦ ગાડીઓની વિશાળ પાર્કીંગની સુવિધા છે. આ એક ફેમીલી નવરાત્રી હશે જેમાં ફકત ફેમીલી એન્ટ્રી તથા કપલ એન્ટ્રી જ આપવામાં આવશે. ગુજરાતના શ્રેષ્ઠ આર્ટીસ્ટ, ઓરકેસ્ટ્રા તથા સાઉન્ડ સિસ્ટમની સાથે આ નવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યુ છે. એક્રોલોન્સ નવરાત્રીમાં મંડપનું શ્રેષ્ઠ ડેકોરેશન તથા લાઈટીંગનું ભવ્ય આયોજન કરવામાં આવશે. એક્રોલોન્સ નવરાત્રીમાં ગુજરાતના અલગ અલગ ખ્યાતનામ ગ્રુપ દ્વારા છત્રી રાસ, તલવાર રાસ, બેડા રાસ વગેરે પ્રસ્તુત કરવામાં આવશે તથા અલગ અલગ સેલીબ્રીટીની હાજરી રહેશે. બીજી વિશેષતાઓમાં ચિલ્ડ્રન પ્લે એરીયા, સેલ્ફી ઝોન, ટેટુ ઝોન વગેરેનું આયોજન કરવામાં આવશે.

આ નવરાત્રીમાં રાજકોટનું સૌથી શ્રેષ્ઠ ફૂડ કોર્ટનું આયોજન કરવામાં આવશે. જેમાં રાજકોટમાં રહેલા શ્રેષ્ઠ ફૂડ આઉટલેટ્સ દ્વારા પીરસવામાં આવતી વાનગીઓનો સ્વાદ ગરબા પ્રેમીઓ લઈ શકશે.

એક્રોલોન્સ નવરાત્રીનો ટાર્ગેટ ઓડીયન્સ : બીઝનેસમેન, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ, કોર્પોરેટ પાવરહાઉસ, ડોકટર્સ, વકીલ, આર્કીટેકટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટ્સ અને એજ્યુકેશનીસ્ટ છે.

નવરાત્રીમાં એક્રોલોન્સ કલબની સાથે રાજકોટના અગ્રણી અને નામાંકિત સંગઠનો જોડાયા છે. જેમાં ઈન્ડિયન મેડીકલ એસોસીએશન, સેલ્ફ ફાયનાન્સ સ્કુલ મેનેજમેન્ટ એસોસીએશન, મેટોડા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, શાપર - વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, રોટરી ગ્રેટર - રાજકોટ, સી.એ. એસોસીએશન - રાજકોટ, ઈન્ડિયન ડેન્ટલ એસોસીએશન - રાજકોટ, બી.એન. આઈ. રાજકોટ, પમ્પ મેન્યુફેકચરીંગ એસોસીએશન, જીનીયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન, શકિત સ્કુલ, ડ્રાઈવ ઈન સિનેમા સામેલ છે.

આ એક્રો નવરાત્રીમાં દરરોજ ૧૦ હજાર ખેલૈયાઓ અને એમના પરીવારજનો અપેક્ષીત છે. રાજકોટનું પ્રખ્યાત ઓરકેસ્ટ્રા મ્યુઝીકલ મેલોઝ - રાજુભાઈ ત્રિવેદી અને તેમની ટીમ ખેલૈયાઓને સૂર તાલ સાથે ડોલાવશે. સાથોસાથ સીંગરમાં સંજયભાઈ પંડ્યા, રૂપલબેન જાંબુચા, રઉફ હાજી પોતાના કોકીલા કંઠે માતાજીના ગરબા થકી ખેલૈયાઓને પોતાના સ્વમધુર સુરે ડોલાવશે. ડી.જે.માં ડી.જે.રોનક, વોર બ્રધર્સ પોતાની કલાથી ભરપૂર મનોરંજન પૂરૂ પાડશે.

આ એક્રો નવરાત્રીમાં નવરાત્રીની સાથોસાથ દરરોજ કોઈને કોઈ અવનવા કાર્યક્રમ ખેલૈયાઓ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને બીજી ઓકટોબર (ગાંધી જયંતિ)ના દિવસે ગાંધીજીના જીવનને સાર્થક થાય તે ઉપર ગરબા ખેલૈયાઓ રમશે. એક્રો નવરાત્રીમાં ખેલૈયાઓનું મુખ્ય આકર્ષણ મણીયારો રાસ, હુડો તથા સી.બી.ધમાલ રહેશે. આ ઉપરાંત આ નવરાત્રીમાં સેલ્ફી ઝોન, ચિલ્ડ્રન એકટીવીટી એરીયા તથા ફોટોગ્રાફી ઝોનનું વિશેષ આકર્ષણ રાખવામાં આવ્યુ છે.

આ એક્રો નવરાત્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે ડી.વી. મહેતા, પરેશભાઈ ગજેરા, કીરીટભાઈ આદ્રોજા, મુકેશભાઈ દોશી, રમેશભાઈ ટીલાળા, અજયભાઈ પટેલ, અવધેશભાઈ કાંગડ, પૂર્વેશભાઈ કોટેચા, કશ્યપભાઈ ચોટાઈ, ડો.ચેતન લાલસેતા, ડો.તેજસ કરમટા, ડો.ભરત કાકડીયા, સુદીપભાઈ મહેતા, જયભાઈ મહેતા, ડો.રવિ મૃગ, ડો.હાર્દિક, ભાવિનભાઈ મહેતા, હિતેષભાઈ મણીયાર, કપિલભાઈ નકુમ, પીન્ટુભાઈ ગોસાઈ, વિશ્વા ભટ્ટ, દિપભાઈ માંડવીયા, કૌશલભાઈ માંડવીયા, અભિષેક પટેલ, રિદ્ધિ ટોપીયા, રાહુલ ધામી જહેમત ઉઠાવી રહ્યા છે.

એક્રોલોન્સ રાસોત્સવમાં ૧૦ હજાર ખેલૈયાઓની જમાવટ

રાજકોટ : રાજકોટની ભાગોળે ડ્રાઈવ ઈન સિનેમાની જગ્યામાં એક્રોલોન્સ કલબ દ્વારા નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન થયુ છે. જેમાં વિશાળ જગ્યામાં ૧૦ હજાર ખેલૈયાઓ અવનવા સ્ટેપ ઉપર મન મૂકીને રાસોત્સવની રંગત માણશે.

એક્રોલોન્સ નવરાત્રી મહોત્સવમાં ફેમીલી અને કપલને જ પ્રવેશ

રાજકોટ : એક્રોલોન્સ નવરાત્રી મહોત્સવમાં બિઝનેસમેન ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ ડોકટર, આર્કીટેકટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના ક્ષેત્રોના લોકોની ઉપસ્થિતિમાં નવરાત્રી મહોત્સવ ઉજવાશે. એક્રોલોન્સ નવરાત્રી શહેર જ નહિં પરંતુ સૌરાષ્ટ્રની શાન બને તે માટે માઈક્રો આયોજન ડી.વી.મહેતા, પરેશભાઈ ગજેરા અને કિરીટભાઈ આદ્રોજાના નેતૃત્વમાં ટીમ કાર્યરત છે. એક્રોલોન્સ કલબ ખાતે યોજાનાર નવરાત્રી મહોત્સવમાં જનરલ પબ્લીક નહિં પરંતુ સિલેકટેડ અને શ્રેષ્ઠ લોકો માટેનીક બની રહેશે. એક્રોલોન્સ નવરાત્રીમાં ફકત ફેમીલી અને કપલને એન્ટ્રી આપવામાં આવશે.

(3:28 pm IST)