Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પોષણ માસ નિમિતે જનજાગૃતિ માટે ઘુમતા આંગણવાડી કાર્યકરો : અશોક શર્મા

સંકલિત બાળ વિકાસ યોજના નિયામક દ્વારા વીડીયો કોન્ફરન્સ સમીક્ષા

રાજકોટ,તા.૨૪:દેશને કુપોષણ મુકત બનાવવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ને સાકાર કરવા માટે કેન્ર સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સમગ્ર દેશ અને રાજયમાં સપ્ટેમ્બર મહિનાની પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંગે તમામ રાજયોમાં ચાલી રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા માટે યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં આઈસીડીએસના ડાયરેકટરશ્રી અશોક શર્મા, મિશન ડાયરેકટરશ્રી રાકેશ વ્યાસ તેમજ વિવિધ સરકારી વિભાગોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી.

 

આ અંગે આઈસીડીએસના ડાયરેકટરશ્રી ખશોક શર્માએ રાજયમાં ચાલી રહેલા વિવિધ જાગૃતિ કાર્યક્રમોની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજયના વિવિધ શહેરો અને ગામોમાં આંગણવાડી કાર્યકરો અને આશાવર્કર બહેનો દ્વારા વિવિધ રહેણાક વિસ્તારોમાં ઘરેઘરે જઈને મહિલાઓને આ બાબતે જાગૃત કરવામાં આવી રહી છે. આ સિવાય અત્યાર સુધીમાં રાજયભરમાં બે હજા રથી પણ વઘારે એનિમિયા ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરી પીડિતોની જાણકારી મેળવવામાં આવી છે. તદુપરાંત, હેલ્થ એન્ડ સેતિટેશન વિભાગ દ્વારા તરણેતર અને અંબાજી મેળા જેવા સામાજિક કાર્યક્રમોમાં પણ લોકજાગૃતિ માટેનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાજયનાં વિવિધ વિવેકાનંદ યુવામંડળો અને સખીમંડળો દ્વારા ઝૂંપડપટ્ઠીઓમાં જઈને તેમજ સાઇકલ રેલી દ્રારા જનજાગૃતિ માટેનાં આયોજનો કરવામાં આવી રહ્યાં છે. આ સિવાય શાળાઓમાં જઈને ફૂડ મેલા અને હેન્ડ વાઙ્ખશિંગ કેમ્પેઇન સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે.

 

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીની ઉપસ્થિતિમાં ગત તા. ૩૦ ઓગસ્ટ, આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો તેમજ રાજયકક્ષાના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં રાજયસ્તરન્ી એક વર્કશોપ પણ યોજાઈ હતી.(૨૨.૧૬)

(1:22 pm IST)