Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

રાજકોટ બ્લુઝનું નઝરાણું: નવરાત્રીમાં નવો નક્કોર રાસ... 'રાધા બોલાવે'

કવિ તુષાર શુકલની કલમે લખાયેલો રાધાકૃષ્ણના રાસને ગાથા પોટા અને કવન ધૈર્યએ આપ્યો છે સ્વર

રાજકોટ તા. ૨૪: યુ-ટ્યુબ પર યુવા હૈયાઓ માટે સતત ગુજરાતી, હિન્દી ગીતો અને ગરબાઓ રજૂ કરતી 'રાજકોટબ્લુઝ' ચેનલ આ વખતે પણ નવરાત્રીમાં નવલું નઝરાણું પેશ કરી રહી છે. આ ચેનલે નવરાત્રીમાં શ્રી રાધાકૃષ્ણનો નવો નક્કોર ગરબો આપ્યો છે. આ ગરબાના શબ્દો છે-'રાધા બોલાવે'. આ રાસ યુ-ટ્યુબ પર સતત માણવામાં આવી રહ્યો છે અને યુવાધન આ રાસના તાલે ઝુમવા અધીરૂ બન્યું છે.

રાજકોટીયન્સ હમેંશા રાસગરબામાં કંઇક નવું ઇચ્છતા હોય છે. આવો જ આ રાધાકૃષ્ણનો રાસ છે, જે કવિ શ્રી તુષાર શુકલની કલમે લખાયો છે. કવન ધેૈર્ય દ્વારા સ્વરાંકન કરવામાં આવ્યું છે અને સંગીત પણ તેમણે જ આપ્યું છે.

આ રાસને સુરીલી ગાયિકા ગાથા પોટા અને મધુર સ્વરના માલિક કવન ધૈર્યએ સ્વર આપ્યો છે. સિનેમેટોગ્રાફી હિરેન સોનીની છે અને ઓડિયો મિકસીંગ માસ્ટરીંગ હર્ષ પોટરનું છે. રાજકોટીયન્સ સતત શ્રી રાધાકૃષ્ણના રાસને યુ-ટ્યુબ પર લાઇક શેર અને સબસ્ક્રાઇબ્સ કરી રહ્યા છે.

(11:30 am IST)