Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

બુધવારે ઘુમર ઇવેન્ટ : ક્ષત્રિય સમાજના બહેનો વિવિધ ટેલેન્ટ રજુ કરશે

રાજકોટઃ તા.૨૩, અહિંના કાલાવડ રોડ ઉપર ઝડ્ડુસ રેસ્ટોરન્ટ ખાતે તા.૨૫ના બુધવારે બપોરે ૧૨થી ૬ સુધી 'ઘુમર' ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ક્ષત્રિય સમાજના બહેનો વિવિધ ટેલેન્ટ રજુ કરશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ભૂમિકાબા જાડેજા, દશરથબા પરમાર, ડો. અર્ચનાબા ઝાલા, તૃપ્તીબા રાવલ, ભૂમિબા જાડેજા, દેવાંગીબા ઝાલા ઉપસ્થિત રહેશે.

આ ઇવેન્ટમાં ક્ષત્રિય સમાજના બહેનો પોતાની વિવિધ કલા પ્રસ્તૃત કરશે. ઇવેન્ટ બાદ એવોર્ડ, ટ્રોફી આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા કોમલબા જાડેજા, ગોપીબા વાઘેલા, દિવ્યાબા ઝાલા, નયનાબા ઝાલા અને હેતલબા ઝાલા જહેમત ઉઠાવી રહયા છે. આ અંગે વધુ માહિતી માટે મો.૮૧૪૧૨ ૯૫૭૬૬/ ૮૫૬૧૦ ૨૯૨૧૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:17 pm IST)