Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

જન આરોગ્ય યોજના દેશના કરોડો ગરીબ મધ્યમ વર્ગને સુખાકારી આપશેઃ ગોવિંદભાઇ પટેલ

રાજકોટ તા ૨૪ : દુનિયાની સોૈથી મોટી જનઆરોગ્ય યોજના રાંચી ખાતેથી લોંચ કરીને દેશના કરોડો લોકોની આરોગ્યની સુખાકારીની ચીંતા કરવા બદલ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇને રાજકોટના ધારાસભ્યશ્રી ગોવિંદ પટેલે અભિનંદન પાઠવેલ છે.

શ્રી પટેલે જણાવ્યું હતું કે સ્વસ્થ સમાજ દ્વારા જ શશકત ભારતનું નિર્માણ થઇ શકે તે સિધ્ધાંતને ધ્યાને લઇ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પિડીત દિનદયાલ ઉપાધ્યાય, મહાત્મા ગાંધી, ડો. રામ મનોહર લોહિયા ના છેવાડાના માનવીના વિચારને મૂર્તિમંત કરવાનો પ્રયાસ કર્યો છે.

દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોની આરોગ્યની ચિંતા કરી તેનો વીમો લઇ અનેતેનું પ્રીમીયમ સરકાર ભરશે તેવી જોગવાઇ ખરેખર આશીર્વાદ રૂપ બની જશે.. કાર્ડમાં તમામ પ્રકારના રોગનો સમાવેશ થાય છે. જેમને આ કાર્ડ મળવાપાત્ર છે તેમના ઘરે તેમને પ્રધાનમંત્રીશ્રીનો પત્ર મળી જશે જેના નંબર નાખેલ હશે જે નંબર આધાર કાર્ડસાથે જોડવાથી સમગ્ર દેશમાં તેની આઇટી ક્ષેત્ર મારફતે નોંધણી થઇ જશે અને દેશ ભરમાં જયાં ચાહે ત્યાં તે સારવાર લઇ શકાશે તેવી વ્યવસ્થા પણ થઇ હોવાનું ગોવિંદભાઇએ જણાવેલ છે.

(3:51 pm IST)