Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

વોર્ડ નં. ૧૩માં વૃક્ષ ધરાશાઇઃ તાકિદે રસ્તો ખુલ્લો કરાવતા કોર્પોરેટર રામાણી

રાજકોટઃ આજે સવારે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે શહેરનાં વોર્ડ નં. ૧૩ માં આવેલ પપૈયાવાડી વિસ્તારમાં, રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થવા પામેલ હતો. આ ઘટનાની જાણ વિસ્તારવાસીઓ દ્વારા સ્થાનીક કોર્પોરેટર નીતિન રામાણીને કરાયા તેઓએ મ્યુ. કોર્પોરેશનનાં ગાર્ડન વિભાગને તાકિદે આ વૃક્ષ હટાવવા સુચના આપી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા વૃક્ષ રસ્તા પરથી દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. તે વખતની તસ્વીરમાં કોર્પોરેટર નીતીન રામાણી, વોર્ડનાં ભાજપના આગેવાન ધીરૂભાઇ નજરે પડે છે.

(3:42 pm IST)