Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

શાપર-વેરાવળમાં જુગાર રમતા ૭ શખ્સો રૂ. ૪૮ લાખના વાહનો સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયા

રાજકોટ, તા. ર૪ :  પોલીસ અધિક્ષક બલારામ મીણા ની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ પી.એ. ઝાલા તથા સર્કલ પો. ઇન્સ. સાહેબની સુચનાથી શાપર (વે) પો. સ્ટે. ના પો.સબ. ઇન્સ. કે.એ. ગોહીલ ના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોઇ શાપર(વે) પો. સ્ટે. ના પો. હેડ. કોન્સ. રોહિતભાઇ બકોત્રા તથા દિગ્વીજયભાઇ રાઠોડ તથા પો.કોન્સ. માવજીભાઇ ડાંગર તથા પો. કોન્સ. નરેશભાઇ લીબોલા એમ બધા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સબ. ઇન્સ. કુલદીપસિંહ ગોહિલ નાઓની હકકિકત આધારે શાપર(વે) ઇન્ડસ્ટ્રીઝ એરીયાના કારખાનામાં જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે.

પોલીસે જીવરાજભાઇ રવજીભાઇ કાસુંદ્રા જાતે, પટેલ, યોગેશભાઇ કાંતીભાઇ ગોઠી જાતે પટેલ, ઓધવજીભાઇ રાધવજીભાઇ પટેલ જાતે પટેલ, રમેશભાઇ  એ. પટેલ જાતે પટેલ, સ્નેહલકુમાર નટવરલાલ વાછાણી જાતે. પટેલ, ક્રિષ્ટલભાઇ વસંતભાઇ બરોચીયા જાતે પટેલ, દિલીપભાઇ ગોવિંદભાઇ ઝાવાડીયા રહે. બધા રાજકોટની ઘરપકડ કરી છે.

પોલીસે રોકડા રૂપિયા ૦૪,૦૪,૦૦૦, મો. નંગ -૦૭ કી. રૂ. ર લાખ, કુલ મુદ્દામાલ કિ. ૪૮,૦૪,૦૦૦/- જપ્ત કર્યો છે.

આ પો. સબ. ઇન્સ. કે. એ. ગોહીલ તથા પો. હેડ કોન્સ. રોહિતભાઇ બકોત્રા તથા દિવીજયસિંહ રાઠોડ તથા પો. કોન્સ. માવજીભાઇ ડાંગર તથા પો.કોન્સ. નરેશભાઇ લીબોલા એ કરી હતી.

(3:32 pm IST)