Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ભૂપતગઢના લાખાભાઇ ચાવડાની વાડીના કૂવામાંથી માનવ ખોપરી મળતાં ખળભળાટ

ખોપરી સ્ત્રીની કે પુરૂષની? ધડ ક્યાં ગયું? સહિતના સવાલોએ રહસ્ય સર્જયું કોઇને કંઇપણ માહિતી હોય તો ભાડલા પોલીસને જાણકરવા અપિલ

રાજકોટઃ ભુપગઢ રહેતાં લાખાભાઇ હરજીભાઇ ચાવડા (રજપૂત)ની ભૂપગઢ-ભંડારીયા ગામના રોડ પર આવેલી વાડીના બાંધેલા કૂવામાંથી ધડ વગરનું કોહવાઇ ગયેલુ હાડપિંજર થઇ ગયેલુ માથુ (માનવ ખોપરી) મળતાં ચકચાર મચી ગઇ છે.

ખોપરી પાણીમાં તરતી હોવાની જાણ લાખાભાઇ ચાવડાએ પોલીસને કરતાં ભાડલા પોલીસે પ્રાથમિક નોંધ કરી ફોરેન્સિક નિષ્ણાંતોની મદદથી ખોપરી સ્ત્રીની છે કે પુરૂષની? તે અંગે વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ હેડકોન્સ. મામૈયાભાઇ મોતીભાઇ શામળાએ કરી હતી. કોઇ ગૂમ થયા હોય તો તેના વિશે તપાસ થઇ રહી છે.

પોલીસે વિનંતી કરી છે કે કોઇને આ ખોપરી વિશે કંઇપણ માહિતી હોય તો ભાડલા પોલીસ સ્ટેશનના ફોન ૦૨૮૨૧ ૨૭૫૫૧૪ અથવા મોબાઇલ નં.  ૯૭૨૬૯ ૩૧૪૨૮ ઉપર જાણ કરવી. 

 

(11:24 am IST)