Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

કોઠારીયા નાકા પાસે તેજસ સોનીને અજાણ્યા શખ્સે પેટમાં છરી ભોંકી દીધીઃ ગંભીર ઇજા

રાજકોટઃ સોની બજાર કોઠારીયા નાકા પાસે ગઢની રાંગ પાસે તારા મેન્શનમાં રહેતાં તેજસભાઇ પ્રમોદભાઇ આડેસરા (ઉ.૩૧) ઉપર સાતમની સાંજે સવા આઠેક વાગ્યે કોઠારીયા નાકા પાસે અજાણ્યા શખ્સે ઝઘડો કરી કોઇ તિક્ષ્ણ હથીયારથી હુમલો કરી પેટ નીચે દુટીના ભાગે એક ઘા મારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સવાર સુધી બેભાન હોઇ કારણ અને હુમલાખોર કોણ? તે અંગે વિગત જાણી શકાઇ નથી.

એ-ડિવીઝન પોલીસને જાણ થતાં પી.એસ.આઇ. વી.એમ. ડોડીયા અને સ્ટાફે ઘાયલ થયેલા તેજસભાઇના નાના ભાઇ જયદિપભાઇ પ્રમોદભાઇ આડેસરાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૨૬, ૩૭ (૧)૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેજસભાઇ સોની કામ કરે છે. સાંજે ઘરમાંથી બહાર આટો મારવા નીકળ્યા હતાં ત્યારે ઘટના બની હતી. કોણે શું કામ હુમલો કર્યો? તે અંગે જયદિપભાઇ અજાણ છે.

(11:21 am IST)