Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

બાબરીયા કોલોનીમાં બેકાબૂ બોલેરોની ઠોકરે ત્રણ વાહનો ચડ્યાઃ ભારે નુકસાનઃ એક યુવાનને ઇજા

રાજકોટઃ સાતમની સાંજે બાબરીયા કોલોની મેઇન રોડ પર એક બોલેરો પીકઅપ વેન નં. જીજે૩એડબલ્યુ-૩૬૧૪ના ચાલકે કોઇ કારણોસર સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં આ પીકઅપવેનની ઠોકરે ત્રણ વાહનો ચડી જતાં ભારે નુકસાન થયું હતું. તેમજ એક યુવાન પણ વાહન સહિત ઉલળતાં તેને નાક પર ઇજા થઇ હતી.

બનાવ અંગે ભકિતનગરના હેડકોન્સ. રસિકભાઇ ગઢાદરાએ બાબરીયા કોલોની મેઇન રોડ પર તાજ પાન સામે સરિતા સ્ટુડીયોની બાજુમાં રહેતાં અને ઘર નજીક લારી રાખી ધંધો કરતાં આશિફભાઇ હુશેનભાઇ લીંગડીયા (ઉ.૩૫)ની ફરિયાદ પરથી બોલેરોના ચાલક સામે ગુનો નોંધ્યો છે. તેણે ફરિયાદીનું એકટીવા જીજે૧૦બીકે-૪૪૩૧, ઇટર્નો જીજે૦૩એજી-૬૫૬૨માં તેમજ હોન્ડા સાઇન જીજે૦૩એલસી-૦૦૯૩માં નુકસાન કર્યુ હતું. આ ઉપરાંત છોટુ હનસઅલી બરડાઇ પણ ઠોકરે ચડી જતાં તેને ઇજા થઇ હતી. કુલ ત્રણ વાહનોમાં ૨૮ હજારનું નુકસાન કરી અકસ્માત સર્જનાર ભાગી ગયો હતો.

(11:21 am IST)