Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

નાલંદા ઉપાશ્રયે ગુરૂપૂર્ણીમા ઉત્સવ જપ-તપ-આરાધના સાથે સંપન્ન

રાજકોટ તા. ર૪: ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે ૬ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી દર્શન, વંદન તેમજ જાપ તથા ગુરૂપૂજન કરવા માણસોએ લાંબી કતારો લગાવી હતી. સવારે ૮-૩૦ થી પ-૦૦ વાગ્યા સુધી ભકતામર સ્તોત્રના જાપ બાદ ગુરૂભકિત પૂ. સોનલંબાઇ મહાસતીજીએ જણાવ્યું હતું કે, ત્રણ પ્રકાર છે પ્રથમ ગુરૂ જનક અને જનની, બીજા પિતા અને ત્રીજા સદગુરૂ આત્મકલ્યાણના માર્ગે જવા સદ્દગુરૂનું શરણ જ શ્રેષ્ઠ છે. ગુરૂ કોને કહેવાય? ગુરૂ કેવા હોવા જોઇએ? એ ઉપર ઉપદેશ અને સંદેશ આપ્યો હતો કે પથ્થર જેવા પાંદડા જેવા, લાકડા જેવા એમ ત્રણ પ્રકારના ગુરૂ હોય તેમાં સર્વથી શ્રેષ્ઠ ગુરૂ લાકડા જેવા હોય છે જે પોતે તરે અને બીજાને પણ તારે બધાએ ગુરૂ નહિં પણ સદ્દગુરૂ શોધવા જોઇએ. પૂ. ભગવાનતુલ્ય ઇન્દુબાઇ મહાસતીજીને ગુરૂ માનનારા તથા તેમને પૂજનારા હજારો માણસો રહેલા છે કારણ કે પૂ. મહાસતીજી એકવચની હતા. જેમનું જીવન સદા જાપમય, એને જેમનું મન માળામય, શ્વાસ સ્વાધ્યાયમય, અંતર આગમમય હતું. એમની સાધના કુટિરમાં ગુરૂભકતોએ આજે બધાએ ઉભા ઉભા ગુરૂણીદેવની ભકિત તેમજ જાપ કરી અને ગુરૂણીદેવને જયનાદ ગુંજવ્યો હતો.

ગુરૂપૂર્ણિમા પર્વ એટલે સંપૂર્ણ ભાવે તન, મન, ધનથી ગુરૂભકિત કરવાનો અવસર તેઓશ્રીના ચરણ અને શરણમાં સર્વ રીતે સમર્પિત થઇ આશિર્વાદ પ્રાપ્ત કરવાનો મંગલ અવસર સમગ્ર જૈનશાસનમાં લાખો ભાવિકોનું શ્રધ્ધા કેન્દ્ર આસ્થાનું ધમ ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામ બની ગયું છે સુવ્યાખ્યાત જાપ તથા ગુરૂપૂજનનો લાભ જેમાં રાજુભાઇ મોદી, લલિતભાઇ મોદી તરફથી લાડુ અને નીતિનભાઇ તુરખીયા તરફથી ગળ્યા સાટા, તથા ગુરૂપૂજનમાં આવનાર દરેકને બહુમાન અર્થે દાનરત્ના શારદાબેન મોદી તરફથી ગુરૂચરણ તથા રૂ. ૭૦/- આપી બહુમાન કરવામાં આવેલ છે.

ગુરૂપૂજનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો સેંકડો સાધકોએ ગુરૂ જાપ તથા ગુરૂપૂજનનો લાભ લીધેલ હતો. આ પ્રસંગે સંઘના પદાધિકારીઓ અશોકભાઇ દોશી, જયેશભાઇ માવાણી, નીલેષભાઇ શાહ, પ્રદીપભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, રમેશભાઇ દોશી, ભુપેન્દ્રભાઇ મહેતા, સોનલ સેવા ટીમ-રાજુભાઇ મોદી, જંકશન યુવક મંડળએ સુંદર સેવા બજાવી હતી. આ પ્રસંગે સોનલ સેવા મંડળ, સોનલ સીનીયર સીટીઝન, સોનલ સહેલી મંડળ, સોનલ સહારા ગ્રુપ બધાએ ખાસ ગુરૂપૂજનનો લાભ લીધેલ હતો. પ્રવિણભાઇ મહેતા, વિમલભાઇ મહેતા, ધીરેનભાઇ ભરવાડા, વિમલભાઇ ધામી, ગિરીશભાઇ વોરા, શૈલેષભાઇ શાહ, આદિઠાણાએ હાજર રહી ગુરૂપૂજનનો લાભ લીધેલ હતો. 

(3:02 pm IST)