Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

આજથી રાજકોટમાં બે દિ' ચાર્ટડ એકાઉન્ટન્ટની સબ રિજીયનલ કોન્ફરન્સ દેશના વિખ્યાત સીએ નાણાકીય મુદઓ-અર્થતંત્ર પર બદલાવ અંગે છણાવટ કરશે

દેશના વિખ્યાત સીએ સી.એન.વાઝે ધ્રુવાંક પરીખ-યશ ભટ્ટ-પ્રકાશ દિવાનસહિતના નિષ્ણાંતો જ્ઞાનનો લાભ આપશે

આજથી સી.એ.ની સબ રિજીયનલ કોન્ફરન્સ રાજકોટમાં શરૂ થઇ છે, તસ્વીરમાં રાજકોટ બ્રાંચના ચેરમેન હાર્દિક વ્યાસ તથા અન્યોએ પત્રકાર પરીષદમાં માહિતી આપી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૪: રાજકોટ ખાતે સી.એ.ની સબ રીજીયનલ કોન્ફરન્સ (અધિવેશન)નું આયોજન આજથી બે દિવસ દરમિયાન થયાનું આજે પત્રકાર પરીષદમાં જણાવાયું હતું.

દરમિયાન સી.એ. ઇન્સ્ટીટયુટના વેસ્ટર્ન રીજીયનલ દ્વારા આ રીજીયનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આની યજમાની રાજકોટ બ્રાંચ સોંપાઇ છે. અને કોન્ફરન્સ આઇ.સી.એ. આઇ. ભવન, ગીરીરાજનગર મેઇન રોડ રાજકોટ ખાતે યોજાઇ છે.

બે દિવસના આ અધીવેશનનું ઉદ્દઘાટન વેસ્ટર્ન રીજીયનના ચેરમેન શ્રી સી. એ. મનીષ ગાડીયા દ્વારા કરાયું હતું. તેમની સાથે જોડાયેલ મહાનુભાવોમાં સી.એ. દૃષ્ટિ દેશાઇ (વાઇસ ચેરપદર્શન) સી.એ. અર્પિત કાબરા (સેક્રેટરી), સી.એ. જયેશ કાલા (ટ્રેઝર), સી.એ. યશવંત કાસાર, (વિકાસ ચેરમેન) સી.એ. વિશાલ દોશી (બ્રાંચ નોમીની) તેમજ રાજકોટ બ્રાંચના ચેરમેન સી.એ. હાર્દિક વ્યાસ જોડાયા હતા.

આ કાર્યક્રમમાં સાંપ્રત સમયમાં જરૂરી એવા નાણાંકીય મુદ્દાઓ ઉપર અમદાવાદ, વડોદરા, સુરત ઉપરાંત મુંબઇના તજજ્ઞોએ વિષયની છણાવટ કરશે.

અત્રે એ નોંધવું ઘટે કે વર્તમાન સમયમાં અર્થતંત્રની અંદર ઘણા બધા પરિવર્તન આવતા હોય છે. ત્યારે તેની સાથે આનુસંગિક ફેરફાર કરવાની જવાબદારી સી.એ. બજાવતા હોય છ ે. આ માટે દરેક સી.એ. પોતે પણ બદલતા અર્થતંત્ર અને સરકારી નીતિની સહાયતા કરીને પોતે પણ તેને માટે સજ્જ થાય છે. ત્યારબાદ પોતાના અરનલ માટે જરૂરી બદલાવ પણ કરે છે. આ બે દિવસીય અધિવેશન દરમિયાન આવા ઘણા બધા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમમાં રાજકોટ ઉપરાંત સમગ્ર ભારતના સી. એ. સભ્યોએ બહોળી સંખ્યામાં લાભ લીધો છે, આ કાર્યક્રમમાં વકતા તરીકે મુંબઇથી સી.એ. સી. એન. વાઝે, વડોદરાથી સી.એ. ધ્રુવાંક પરીખ, વડોદરાથી સી.એ. યશ ભટ્ટ, વડોદરાથી સી. એ. આશિષ જયશ્વાલ, મુંબઇથી શ્રી પ્રકાશ દિવાન, સુરતથી સી.એ. જયઇરા, અમદાવાદથી સી. એ. અનિકેત તલાટી પોતાના જ્ઞાનનો લાભ આપશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.એ. ઇન્સ્ટીટયુટની રાજકોટ બ્રાન્ચના ચેરમેન સી. એ. હાર્દિક વ્યાસ, જીજ્ઞેશ રાઠોડ, ભાવિન દોશી, સંજય લાખાણીફ, ભૂતપૂર્વ ચેરમેન વિનય સાકરિયા તથા કમિટી મેમ્બર્સ ભાવિન મેહતા, દિપ્તી સવજાણી, જહેમત ઉઠાવી રહ્યા હતા. 

(3:00 pm IST)