Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

હવે દાંતની દુનિયામાં પણ સ્પેશ્યાલીટી

હવે રાજકોટમાં બાળકોના દાંતના ડોકટર શિવાની વૈષ્ણવ દિવ્યાંગ બાળકો તેમજ ટ્રોમાના બાળ દર્દીઓની સારવાર કરશે

૧ થી ૧૫ વર્ષના બાળકોના દાંતમાં થતા રોગોની આધુનિક સારવારઃ માઉથ ગાર્ડ બનાવવામાં માસ્ટરીઃ પ્લે હાઉસ સમુ કલીનીકઃ ગરીબો માટે નિઃશુલ્ક સેવાઓ ઉપલબ્ધ

રાજકોટ, તા. ૨૪ :. સામાન્ય રીતે આપણે વિવિધ દર્દોના સ્પેશ્યાલીસ્ટો જોયા છે, ચાઈલ્ડ સ્પેશ્યાલીસ્ટ જોયા છે પરંતુ હવે રાજકોટમાં દાંતના ચાઈલ્ડ સ્પેશ્યાલીસ્ટની સેવાનો પ્રારંભ થયો છે. બાળકોના ડેન્ટીસ્ટની દુનિયામાં આધુનિક સારવારની સર્વ પ્રથમ હોસ્પીટલ ડો. શિવાની વૈષ્ણવ દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યાં દિવ્યાંગથી લઈને ટ્રોમાના બાળ દર્દીઓની સારવાર પણ ઉપલબ્ધ છે.

ડો. શિવાની વૈષ્ણવ (પીડો ડોન્ટીસ) દ્વારા રાજકોટમાં કોટેચા ચોકમાં આધુનિક સાધનો સાથે બાળકો માટેની દાંતની હોસ્પીટલ શરૂ કરવામાં આવી છે. જ્યાં ૧ થી ૧૫ વર્ષ સુધીના બાળકોના દાંતમાં થતા રોગની સારવાર કરવામાં આવે છે. ડો. શિવાની જણાવે છે કે બાળકોને ઘર જેવું વાતાવરણ પ્રાપ્ત થાય અને માતા-પિતા જેવી હુંફ પ્રાપ્ત થાય તેવો આ હોસ્પીટલમાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી બાળકોની સારવાર સહેલાઈથી કરવામાં આવે છે જેનાથી બાળકોને દર્દ પણ સહન કરવુ પડતુ નથી. ડો. શિવાની કહે છે કે બાળકોના દાંતમાં થતા રોગોનું મુખ્ય કારણ યોગ્ય રીતે બ્રશ ન થવું અને લાંબા સમય સુધી દૂધની બોટલથી દૂધ પીવાથી બાળકોને દાંતની મુશ્કેલી ઉભી થતી હોય છે. અહી બ્રશ કરવા માટે ડેમો પણ અહીં બતાવવામાં આવે છે.

ડો. શિવાની જણાવે છે કે બાળકોમાં સ્પેશ મેઈન્ટેનન્સ (ઉગતા કાયમી દાંત માટે જગ્યા બચાવવાની સારવાર) સારવાર હજુ સુધી થતી જ ન હતી કે જેમાં સડેલો દાંત વહેલો પડી ગયેલો હોય કે પાડી નાંખેલ હોય ત્યારે તે દાંતની બાજુમાં જ નવો દાંત આવે, તે તેની જગ્યાએ જ આવે તે માટેની સારવાર ખૂબ જ અગત્યની હોય છે જે અહીં સરળતાથી કરી આપવામાં આવે છે. આ સારવારનો બીજો ફાયદો એ છે કે આગળ જતા વાંકાચુકા દાંત ન થઈ જાય તેની માટે પણ છે.

ડો. શિવાની વૈષ્ણવની મોટામાં મોટી ખૂબી એ છે કે તેઓ બાળકોના દાંતની સારવાર પણ સરળતાથી અને કાળજીપૂર્વક કરે છે. આવા બાળકોની સારવાર વૈજ્ઞાનિક ઢબે કરવી પડે છે અને તેની માસ્ટરી આ ડોકટરે મેળવેલી છે. તેઓ જણાવે છે કે દસ સામાન્ય બાળકોની સારવારમાં જેટલો સમય લાગે છે તેટલો જ સમય એક બાળકની સારવારમાં લાગે છે, પરંતુ હું એક સેવાકિય અભિગમ તેમજ મારા શોખનું મિશ્રણ કરી દિવ્યાંગોની સારવાર ખૂબ જ ખુશીથી કરૂ છું.

મારી બીજી સ્પેશ્યાલીટી એ છે કે હું ટ્રોમાના બાળ દર્દી કે જેને એકસીડન્ટમાં દાંતો હલી ગયા હોય કે પડી જવાની છેલ્લી ઘડીઓ હોય તેવા દાંતોને તાત્કાલિક યોગ્ય સારવાર આપી કેમ બચાવવા તેની ટેકનીક મેં શીખી છે. આ સિવાય બાળકોના દાંત સ્વસ્થ છે અને તેમના માતા-પિતા એકદમ સજાગ છે તે લોકોને આગળ જતા બાળકોના દાંતમાં સડો ન થાય એ માટે સિલંદ તેમજ ફલોરાઈડની સારવાર જરૂરી હોય છે અને તે કેટલી મહત્વની છે તે અંગે લોકો અજાણ હોય છે. બાળકોના દાંતમાં થયેલો સડો કેમ અટકાવી દેવોે તે આ સારવારનો હેતુ રહેલો છે.

આજકાલ બાળકોમાં સ્પોર્ટસનું પ્રમાણ વધવાથી અને મા-બાપને ટેન્શન મુકત રાખવા માટે બાળકોમાં 'એથલેટીકસ માઉથગાર્ડ'નું પ્રમાણ ખૂબ જ વધ્યુ છે. જેમાં મોઢાના આગળના દાંત બચાવવા માટે 'માઉથગાર્ડ'નો ઉપયોગ થાય છે. મોટાભાગે સ્કેટીંગ, બોકસીંગ, ફૂટબોલ અને ક્રિકેટ જેવી રમતોમાં આગળના દાંતમાં ઈજા થવાના બનાવો વધુ છે, ત્યારે આ 'માઉથગાર્ડ' પણ એક ટેકનીક અને પોતાના અનુભવનું મિશ્રણ કરી બનાવી આપે છે.

આમ રાજકોટના બાળકોની દાંતની જરૂરી, ઉપયોગી અને આધુનિક સારવાર બાળકોને હસતા રાખીને કરવી પડે તે એક ડો. શિવાનીબેનનું જમા પાસુ છે, ને જેથી બહારથી રોજ બાળકોથી તેનુ કલીનીક એક પ્લે હાઉસ કે સ્કૂલ જેવુ લાગે છે, જેથી જ ડો. શિવાનીબેન પોતાના કલીનીકમાં કાર્ડમાં અને લેટરપેડ પર પણ બાળકોને ગમે તેવો જ લોગો રાખ્યો છે અને અંતમાં જણાવે છે કે બાળકો જ મારૂ જીવન છે અને મને બાળક જેવું થઈને બાળકોની સારવાર કરવી ખૂબ જ ગમે છે અને આ બધા જ બાળકો મને એક 'દિદી'ના ઉપનામથી જ ઓળ ખવા માંડે છે નહી કે ડોકટર.

અંતમાં લોકોને જણાવવાનું કે ગરીબ દર્દીની ફ્રીમાં સેવા કરવી તેવી મારી ઈચ્છા હું ડોકટર બનવા માટે પહેલા દિવસે કોલેજ ગઈ ત્યારથી મે મનોમન નક્કી કરેલ. જેથી જરૂરીયાતમંદ ગરીબ બાળકોની નિઃશુલ્ક તપાસ અને સારવાર કરી આપીશ તો તેવા લોકોને મારા મોબાઈલ પર એપોઈન્ટમેન્ટ લઈને આવવા જણાવુ છું મોબાઈલ નંબર ૯૨૬૫૦ ૮૩૩૪૩ ડો. શિવાની વૈષ્ણવ, એમ.ડી.એસ. (પીડો ડોન્ટીસ) (ચાઈલ્ડ સ્પેશ્યાલીસ્ટ) કોટેચા ચોક રાજકોટ

(3:35 pm IST)