Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

કાળીપાટમાં જગદીશ મેર સંચાલીત જુગારધામ પર આજીડેમ પોલીસનો દરોડો : ૧૦ ઝડપાયા

તાલુકા પોલીસે વિશ્વકર્મા મહિલાના મકાનમાંથી પાંચને ઝડપી લીધા

રાજકોટ,તા. ૨૪ : ભાવનગર રોડ પર કાળીપાટ ગામમાં આજીડેમ પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી જુગાર રમતા દસ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કાળીપાટ ગામમાં રહેતો જગદીશ મેરામભાઇ મેર પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્સ. શૈલેષભાઇ નેચડા, ભીખુભાઇ મૈયડ અને ઉમેદભાઇ ગઢવીનો બાતમી મળતા પીઆઇ વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસ.આઇ એમ.એમ.ઝાલા, એ.એસ.આઇ યશવંતભાઇ ભગત, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ, કોન્સ. શૈલેષભાઇ નેચડા, ભીખુભાઇ મૈયડ, કુલદીપભાઇ જાડેજા, જયપાલભાઇ, ઉમેદભાઇ તથા ધારાબેન મેઘાણી સહિતે કાળીપાટ ગામ બસ સ્ટેન્ડની સામેની શેરીમાં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક જગદીશ મેર (ઉવ.૨૪), કાળીપાટના રમેશભાઇ જીવરાજભાઇ બાવરીયા (ઉવ.૩૦), વીંછીયાના ભડલી ગામના રમેશ વશરામભાઇ રાઠોડ (ઉવ.૩૭), કાળીપાટ ગામના દિપક હરેશભાઇ ચાંડ્યા (ઉવ.૨૫), મુકેશ માધવભાઇ ગોવાણી (ઉવ.૩૮), મેસરીયા ગામના સુભાષ જીવણભાઇ એંધાણી (ઉવ.૨૮), લોઠડા ગામના દિપક દેવજીભાઇ બાવરીયા (ઉવ.૪૩), ભાવનાબેન રાજેશભાઇ બારૈયા (ઉવ.૩૦), શારદાબેન દિપકભાઇ બાવરીયા (ઉવ.૪૦) અને ડભલી ગામના શોભાબેન રમેશભાઇ રાઠોડ (ઉવ.૩૭)ને  પકડી લઇ રૂ. ૩૨,૩૬૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.એ.ન મોરવાડીયા, એએસઆઇ જે.ડી.વાઘેલા, હેડ કોન્સ. કે.આર. કુવાડીયા અને હિતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ જે.ડી.વાઘેલા, હિતેષભાઇ તથા દિનેશભાઇને બાતમી મળતા દોઢ સો ફૂટ રોડ વિશ્વકર્મા શેરી નં. ૧માં રહેતા ગીતાબેન બલુભાઇ મક્કા (ઉવ.૩૭)ના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક ગીતાબેન મક્કા તથા પુષ્કરધામ સોસાયટી શેરી નં. ૪ના હંસાબેન ડાયાભાઇ ડાવેરા (ઉવ.૪૩), નાના મવા પટેલ પેંડાની બાજુની શેરી નં.૨માં ભાડે રહેતા નારણ બાજુની શેરી નં.૨માં ભાડે રહેતા નારણ કાનજીભાઇ ટુકડીયા (ઉવ.૪૫) દોઢ સો ફૂટ રોડ પુનીતનગર શેરી નં. ૭માં રહેતા લાલગર નારદગરભાઇ મેઘનાથી (ઉવ.૨૭) અને માર્કેટીંગ યાર્ડ પાછળ મફતીયા પરામાં રહેતા ભરત રૈયાભાઇ ફાંગલીયા (ઉવ.૨૯)ને પકડી લઇ રૂ.૫,૨૧૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:35 pm IST)