Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જયેષ્ઠ પૂર્ણીમા : પતિના દિર્ઘાયુ માટે સૌભાગ્યવતી બહેનો દ્વારા વડ સાવીત્રી વ્રત-પૂજન

રાજકોટ : આજે જયેષ્ઠ પૂર્ણીમાં છે. સૌભાગ્યવતી બહેનો આજના દિવસે વડ સાવીત્રીનું વ્રત કરે છે. વડલાના વૃક્ષને સુતરના દોરા સાથે પ્રદક્ષિણા કરી પુજા કરી પતિના દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. વડના વૃક્ષમાં નિવાસ કરનાર જગન્માતા સાવીત્રીને નમસ્કાર કરી બહેનો ધન્ય બને છે. આખા દિવસનો ઉપવાસ રાખી બીજા દિવસે ભોજન ગ્રહણ કરે છે. રાજકોટમાં આવેલ સુપ્રસિધ્ધ શ્રી રામનાથ મહાદેવ, શ્રી પંચનાથ મહાદેવ, શ્રી ધારેશ્વર મહાદેવ, શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ, શ્રી ભોમેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી જાગનાથ મહાદેવ, શ્રી વિેશ્વેશ્વર મહાદેવ સહીતના મંદિરોમાં આવેલ ઘેઘુર વડલાઓનું પુજન કરવા આજે સૌભાગ્યવતી બહેનો ઉમટી પડી હતી. તસ્વીરમાં શ્રી વિશ્વેશ્વર મહાદેવ મવડી અને શ્રી ઉદેશ્વર મહાદેવ શ્રીનાથજી સોસાયટી ખાતે વડસાવીત્રીની પૂજા અર્ચના કરતા બહેનો નજરે પડે છે. (પુરક માહીતી : વિનોદ પોપટ, તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:49 am IST)