Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાની બેવડી સદી: શહેરમાં સાંજે વધુ છ રિપોર્ટ પોઝિટિવ : સવારના બે કેસ સહીત શહેરમાં કુલ 8 કેસ: લોકોમાં ફફડાટ

મવડી પ્લોટ ,કોટેચા ચોક, સાધુવાસવાણી રોડ, મોરારી નગર સહિતના વિસ્તારોમાં ચાર મહિલા અને બે પુરુષને કોરોના શહેરમાં 133 અને જિલ્લામાં 75 સહિત કુલ ૨૦૮ કેસ થયા

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે આજે સવારે બે કેસ પોઝિટિવ આવ્યા બાદ સાંજે વધુ છે કેસ પોઝિટિવ નોંધાતા ફફડાટ ફેલાયો છે આજે સાંજે વધુ ૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેમાં  ભાવનાબેન વિજયભાઈ તંતી (૪૧/સ્ત્રી), વિજયભાઈ ગોબરભાઈ તંતી (૪૫/પુરુષ) ,( રહે, શ્રધ્ધા, કિંગ્સ લેન્ડ પાર્ક-B, પ્લોટ નં. ૬૨, ૪૦ ફૂટ રામાણી મોટર ગેરેજ રોડ, મવડી પ્લોટ, રાજકોટ: ઉપરોક્ત બંને વ્યક્તિ અમદાવાદની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે , રાધિકા અર્જુન કાલરીયા (ઉંમર: ૨૩/સ્ત્રી) ( રહે, ૮૦૧, શાલીગ્રામ એપાર્ટમેન્ટ, કોટેચા ચોક, રાજકોટ.) નીલમબેન ડેનીસભાઈ કાલાવડીયા(ઉંમર : ૩૫/સ્ત્રી) ( રહે,ગાર્ડન ન સીટી, સાધુવાસવાણી રોડ, રાજકોટ) શ્રીલ જયેશભાઈ કાલાવડીયા ( ઉંમર : ૧૬/પુરૂષ) ( રહે,ગાર્ડન સીટી, સાધુવાસવાણી રોડ, રાજકોટ)  ઉપરોકત ત્રણેય વ્યક્તિઓ સુરેન્દ્રનગર ખાતે નોંધાયેલ કોરોના પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલ છે ઉપરાંત રીમ્પલ પ્રકાશ ખેર( ઉંમર : ૩૦/સ્ત્રી)( રહે, મોરારીનગર, રાજકોટ) તા.૨૩/૦૬/૨૦ ના રોજ પોઝીટીવ આવેલ કેસ રેખાબેન ખેરના સંપર્કમાં આવેલ છે
આજની સ્થિતિએ રાજકોટ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસ : ૧૩૩, સારવાર હેઠળ: ૨૬ ,ડિસ્ચાર્જ: ૧૦૩ જયારે  મૃત્યુ: ૪ થયા છે

 

(8:39 pm IST)