Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેકમાં 'A+' ગ્રેડ મેળવવાનો દ્રઢ સંકલ્પ

આઇ.કયુ.એ.સી.ના ડાયરેકટર અને સિન્ડીકેટ સભ્ય ડો. ગીરીશભાઇ ભીમાણી, સિન્ડીકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. વિમલભાઇ પરમાર દ્વારા સમગ્ર IQAC ટીમની મહેનતથી SSR રીપોર્ટ સફળતાપૂર્વક સબમીટ

રાજકોટ તા. ૨૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગુજરાત રાજયની નેક એક્રેડીટેશનમાં સૌપ્રથમ 'એ ગ્રેડ' પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સુવિધાઓના સંદર્ભમાં વિવિધ હકારાત્મક નિર્ણયો અને કામગીરી કરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વર્ષે નેક એક્રેડીટેશનની ફોર્થ સાઈકલમાં અરજી કરવા માટે કુલપતિ તથા ઉપકુલપતિના માર્ગદર્શન હેઠળ ઈન્ટરનલ કવોલીટી એસ્યોરન્સ સેલ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 'એ પ્લસ' ગ્રેડ પ્રાપ્ત થાય એ માટે તમામ પ્રક્રિયા અને ડોકયુમેન્ટેશનની કામગીરી ખુબ સુચારૂ રીતે કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેકમાં અગાઉ IIQA રીપોર્ટ સફળતા પૂર્વક સબમીટ કરાવેલ છે.

નેકમાં બીજા તબક્કામાં SSR રીપોર્ટ સબમીટ કરવાની છેલ્લી તારીખ ૩ જુલાઈ છે. પરંતુ ગઇકાલે 'અષાઢી બીજ'નો શુભ દિવસ હોવાથીઆઈ.કયુ.એ.સી. ના ડાયરેકટર અને સિન્ડિકેટ સભ્ય ડો. ગીરીશભાઈ ભીમાણી, સિન્ડિકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. મેહુલભાઈ રૂપાણી, સિન્ડિકેટ સભ્ય ડો. વિમલભાઈ પરમાર દ્વારા સમગ્ર IQAC ટીમની મહેનતથી SSR રીપોર્ટ નેકમાં સફળતા પૂર્વક સબમીટ કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ સમગ્ર રાજય અને દેશમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. નેકની આ ફોર્થ સાઈકલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 'એ પ્લસ' ગ્રેડ પ્રાપ્ત થશે એવો સંકલ્પ અને પ્રયત્ન છે.

(4:27 pm IST)