Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ભારત બેકરી ભીલવાસ ચોકમાં કોરોનાનો કોઇ કેસ નથીઃ સોશ્યલ મિડીયામાં ખોટા મેસેજ વાઇરલઃ આરોગ્ય અધિકારીને સ્પષ્ટતા મોકલાઇ

રાજકોટ તા. ર૪: ભારત બેકરી (ભીલવાસ ચોક, ઇગલ પેટ્રોલ પંપની બાજુમાં) વાળા ગીરીશભાઇનો રિપોર્ટ કોરોના પોઝીટીવ છે અને તે બીજે રહેવા ચાલ્યા ગયા છે. જે શાલીભદ્ર એપાર્ટમેન્ટ દિગ્વિજય પ્લોટમાં રહે છે. છતાં ''બેકરી ચાલુ રાખી છે તો ધ્યાન રાખજો કોઇ હમણાં વસ્તુ ન લેતા'' આવો ખોટો મેસેજ ગઇકાલે સાંજથી સોશ્યલ મિડીયામાં કોઇએ વાઇરલ કરીને લોકોમાં ભય ફેલાવવાનું કૃત્ય કર્યું હતું. ત્યારે આ બાબતે ભારત બેકરી પ્રા. લી. દ્વારા આરોગ્ય અધિકારીને સ્પષ્ટતા મોકલી અપાઇ હતી.

ભારત બેકરી દ્વારા કરાયેલ આ સ્પષ્ટતામાં જણાવાયું છે કે ''ઉપરોકત મેસેજ સાથે અમારે કંઇ લાગતું વળગતું નથી. અમારી બેકરી રાજકોટમાં ભીલવાસ ચોક, સદરમાં આવેલ છે. અમારી બીજી કોઇ બ્રાંચ નથી. અમારે ત્યાં ગીરીશભાઇ નામની કોઇ વ્યકિત કાર્યરત નથી અન્ય શહેરમાં આ નામથી બેકરી-બેકરી શોપ ચાલે છે પણ તેમાંથીકોઇ કેસ હોઇ શકે આમ ભારત બેકરીના નામથી વાઇરલ થયેલા આવા ખોટા મેસેજથી કોઇએ ભરમાવું નહીં તેમ ભારત બેકરીનાં સંચાલકોએ જણાવ્યું છે.

(4:25 pm IST)