Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ખોટી રીતે કેસ અને ફરજ મોકૂફી શોષિત સમાજ માટે અન્યાયરૂપ

મુખ્યમંત્રીને પત્ર પાઠવતા સિધ્ધાર્થ પરમાર

રાજકોટ તા. ર૪ :.. પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારે સોશ્યલ મીડિયામાં પોસ્ટ લખવા બદલ કરાયેલા કેસો ખોટી રીતના ગણાવી પરત ખેંચવા મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.

સિધ્ધાર્થ પરમારે પત્રમાં જણાવ્યું છે કે સોશ્યલ મીડીયાના માધ્યમથી છેલ્લા ઘણા સમયથી જાણવા મળ્યુ  છે કે અન્ય સમાજના અમૂક વ્યકિતઓ પછાત વર્ગ સમાજ વિશે અપમાનજનક અને અશોભનીય લખાણો લખતા હોય છે, જેની સામે સરકારની કાર્યવાહી કરવાની બિલકુલ ઢીલી નીતિ દેખાઇ રહી છે. આવા લોકોને જાણે સરકારનો છૂપો ટેકો હોય તેવુ અમોને લાગે છે. તેનાથી વિરૂધ્ધ પછાત વર્ગના કેટલાક બુધ્ધજીવી વ્યકિતઓ તર્ક સાથે સોશ્યલ મીડીયામાં કોઇ પોસ્ટ લખે છે તો તેમના ઉપર ફર્જી ગુન્હાઓ દાખલ કરીને જેલમાં પુરવામાં આવે છે, નોકરીમાંથી ફરજ મોકૂફ કરવામાં આવે છે જે માનવ અધિકાર અને વાણી સ્વતંત્રતાનું ખુલ્લુ ઉલ્લંઘન હોય તેવુ પ્રતીત થાય છે. ભારત સમાનતાના સંવિધાનથી ચાલે છે. સરકાર શોષિત સમાજને અન્યાય કરીને ભારતના સંવિધાનનું ઉલ્લંઘન કરી રહી છે, સરકાર આવા ખોટા કેસો પરત લે અન્યથા અધિકારોના રક્ષણ માટે ભવિષ્યમાં કાયદાની મર્યાદામાં અહીંસક આંદોલનો સરકારની સામે શરૂ થશે તેવુ હું જોઇ રહ્યો છું. સરકારી કર્મચારીઓ અને સામાજીક આગેવાનો ઉપરના ખોટા કેસો વહેલી તકે પરત લેશો તેવી આશા રાખુ છું.

(4:24 pm IST)