Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કિડનીની પથરીઓથી બચોઃ રહો સ્વસ્થ

રાજકોટઃસૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની ભોગોલિક પરિસ્થિતિ અને પાણીની ગુણવત્ત્।ાના કારણે આ વિસ્તારમાં કિડનીની પથરીના રોગનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે જેથી સોરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને 'સ્ટોન બેલ્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. કિડનીમાં થતી પથરીના સામાન્ય ઘટકો કેલ્સિયમપથરી , ઓકઝેલિક એસીડપથરી, યુરીક એસીડપથરી, ફોસ્ફરસ્ર ફોસ્ફેટપથરી.

કિડનીમાં પથરી થવાના ઘણા કારણો હોય શકે છે જેમ કે આહારકીય કાળજી અને પરેજી તેમજવારસાગત અથવા આનુવંશિક હોય શકે.માનવ શરીરમાંપેટનાપોલાણના ભાગમાં કરોડરજ્જુની બન્ને બાજુએક-એક એમ બે કિડની આવેલી હોય છે અને કિડનીની આજુબાજુ ચરબીના થર આવેલ હોય છે. જેનાથી કિડની યથાવત રહી શકે છે. કિડનીનું કાર્ય લોહીને ફિલ્ટર કરી શરીરમાં રહેલ કચરો પેશાબ વાટે દૂર કરવાનુંમહત્વનું કાર્ય છે.

કિડની અને કિડનીની નળીમાં પથરી બની પેશાબનો અટકાવ, રસી, ચેપ, ઇૂખાવો કરે છે. પથરીના રોગને સારવાર અથવા ઓપરેશનથી મટાડી શકાય છે.

કિડની દર મિનિટે ચોથા ભાગના લોહીનું શુધ્ધિકરણ કરે છે. શરીરમાં રહેલ બિનજરૂરી વધારાના દ્રવ્યો અને ક્ષારને ફિલ્ટર કરે છે. શરીર તાસીર મુજબ વધુ-ઓછા પ્રમાણમાં ક્ષારને ફિલ્ટર કરે છે અને તેના આધારે અલગ-અલગ પ્રકારની પથરી થઇ શકે છે. જે કુટુંબમાં વારસાગત પથરીની બિમારી હોય કે લોહીના સંબંધ ધરાવતા કુટુંબીજનોને પથરી થયેલ હોય તેમને પથરી થવાની સંભાવના બે ગણી વધી જાય છે.

પથરીનો આહાર સાથે સીધો સંબંધ છે. મહત્વની બાબત એ છે કે પ્રવાહી વધુ માત્રામાં લેવું જોઇએ. ઓછા પ્રમાણમાં પ્રવાહી લેવાથી પથરીથવાની સંભાવના વધી જાય છે. જો વધુ માત્રામાં મીઠુ (નમક) ખાવામાં આવે તો કિડનીની ફિલ્ટરની પ્રકીયામાં કેલ્સિયમ પણ શોષી લેતુ હોવાથીપથરી થવાની શકયતા વધે છે.

પથરીના અટકાવવા સુચનોઃ

૧. પ્રવાહીનુંમહત્વઃ સામાન્ય માણસની પ્રવાહીની જરૂરીયાત ૨-૩ લિટરની હોય છે. વધારે શ્રમ કરતી વ્યકિત દા.ત. ખેત મજુરી, તડકામા શ્રમ કરતી વ્યકિત, વધારે પરસેવો વળતો હોય તેવા વ્યકિતને વધારે પ્રવાહીની જરૂરીયાત પડે છે. વ્યકિતએ આખા દિવસ બે લિટર જેટલો પેશાબ ઉતરે તેટલુ પ્રવાહી લેવુ જોઇએ. આ ઉપાય પથરી બનતી અટકાવવામાં સૌથી વધુ મહત્વનો ભાગ ભજવે છે.

પથરી થતી અકટાવવા માટે કેટલું પાણી પીવો છે તેના કરતા કેટલો પેશાબ થાય છે તે અગત્યનું છે. રોજબે લિટરથી વધુ પેશાબ થાય તેટલુંપાણી પીવું જરૂરી છે. જો પેશાબ આખો દિવસ પાણી જેવો ચોખ્ખો ઉતરે તો તેનો મતલબ એ છે કે પાણી પુરતાપ્રમાણમાં પીવામાં આવેલ છે. જો પેશાબ પીળો (ઘાટો) આવે તો તે પ્રવાહી ઓછું લેવામાં આવ્યું છે તે સુચવે છે.પાણી તેમજ કોઈપણ પકારના પ્રવાહી જેવા કે છાસ, લિંબુસરબત, સોડા વગેરેપુષ્કળ પ્રમાણમા લેવા હિતાવહ છે. ૨.પ્રાણીજન્ય ખાધ જેવા કેમાસ, મચ્છી અનેપ્રાણીજન્ય અવયવ (કિડની, લિવર, મગજ) ઓછા લેવા ૩.ખોરાકમા સોડીયમનુપ્રમાણ ઘટાડવુ. (નમક, ખાવાના સોડા, બેકરી પ્રોડકટસ વગેરે) ૪.પથરીના દર્દીઓએ બીજ વાળા ફળ અને પાંદડાવાળી ભાજી પ્રમાણમોં ઓછી લેવી. ૫. ઓછી ઉકાળેલી ચા લેવી. ચા વધુ પ્રમાણમાં ઉકાળવાથી ઓકક્ષેલેટનુ પ્રમાણ વધે છે, જેથી પથરી થઇ શકે. ૬. ખોરાકની પરેજીથી પથરી બનતી રોકી શકાતી નથી, પરંતુ અમુક અંશે પથરીને ફરી થતી અટકાવી શકાય છે. ૭.પેશાબની પથરી બનવી તે બાહ્ય પરીબળો ઉપરાંત શરીરની તાસીરપર આધારીત છે. સંપૂર્ણ રીતે પથરી બનતી રોકી શકાતી નથી. ૮. કિડનીની પથરીની બિમારીના ચિન્હો જણાય તો ડોકટરની મુલાકાત લઇ સમયસર નિદાન કરાવી સારવાર કરાવવાથી જીવલેણ બિમારીઓથી બચી શકાય છે. ૯. જો પેટ અથવા પડખામાં અવારનવાર દુઃખાવો થતો હોય તો એકસ-રે કે સોનોગ્રાફી કરાવી નિદાન કરાવવું, પરંતુ દુઃખાવાની અવારનવાર દવાઓ લીધા ન જ કરવી. ૧૦. જો કુટુંબમાં કોઇને કિડનીની વારસાગત પથરીની બિમારીઓ થઈ હોય તો ડોકટરની સમયસર સલાહ લેવી. ૧૧.પાન, ફાકી, ચુનો ખાવાના વ્યસનથી દૂર રહેવું.

પથરીના દર્દીઓ માટે ભલામણ કરતો આહારઃ

(૧)નાળીયેરપાણી તે પોટેશિયમ અને મેગ્નેશિયમથી સમૃધ્ધ હોય છે. તેથી તે પથરી થતી રોકવામાં મદદ કરે છે.  (૨)ગાજર કારેલા તે ખનીજ તત્વોથી સમૃધ્ધ હોય છે. જે પથરી રોધક તરીકે કામ કરે છે.  (૩) કેળા તેમાં વિટામીન બી૬ ભરપુર હોય છે. જેપથરી રોધક તરીકે કામ કરે છે. (૪)લીંબું તેમાં સાઇટ્રેટભરપુરહોય છે.જ ેશરીરમાં ઓકસેલિક એસિડનું ખંડન કરી પથરી થતા અટકાવી શકાય છે.  (૫)પાઇનેપલ તેમાં ફાઇબ્રિન્સ (રેસા) તોડતા એન્ઝાઇમ્સ હોય છે. જે દ્વારા કિડનીમાં પથરી અટકાવી શકાય છે.

હાલમાં ગીરીરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, રાજકોટ ખાતે ડો. પ્રતિક અમલાણીની સેવાઓ દરરોજ સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ અને સાંજે ૫:૦૦ થી ૭ : નિયમિત મળશે. મો. ૭૦૧૨૦ ૭૮૭૩૬.

ડો. પ્રતિક અમલાણી

(4:20 pm IST)