Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

પ્રવિણભાઈ કોટકને હોદ્દા ઉપરથી હટાવોની માંગ સાથે શૈલેષ ઠક્કરના ઉપવાસ આંદોલનનો પ્રારંભ

પોતાના સ્વાર્થ માટે ચીપકી રહેવા માંગતા પ્રમુખને હવે બદલવાનો સમય આવી ગયો છે : શૈલેષભાઈના પોતાના ઘરે જ ઉપવાસ : પરિસ્થિતિ થાળે પડ્યા બાદ ૧૦૦ યુવાઓને સાથે રાખી મહાપરિષદના કાર્યાલયે ઉપવાસ કરશે

રાજકોટ, તા. ૨૪ : લોહાણા મહાપરિષદના પ્રમુખ પ્રવિણભાઈ કોટકને હટાવોની માંગ સાથે સાણંદના શૈલેષ નટવરલાલ ઠક્કરે આજથી બે દિવસ તેમના નિવાસસ્થાને જ ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. તેઓ કહે છે કે પરિસ્થિતિ થાળે પડ્યા બાદ ૧૦૦ જેટલા યુવાનોને સાથે રાખી મહાપરિષદના કાર્યાલય ખાતે પણ ઉપવાસ આંદોલનની ચિમકી આપી છે. તેઓની યાદી અક્ષરસઃ આ મુજબ છે.

લોહાણા સમાજ દેશ અને વિદેશમાં પથરાયેલો છે અને રાજકોટ સિવાય તમામ જિલ્લાઓમાં છુટો-છવાયો વહેંચાયેલો છે. મોટા શહેરોમાં અને સુખી-સંપન્ન પરિવાર સિવાય મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે ચિંતા કરતી હોય તેવી કોઈ સંસ્થા નથી. તેનો મને જાત અનુભવ છે. કોરોનાના કપરા કાળમાં કેટલા દિવસો અને કેટલા લોકોના ફોન પછી માંગણી કર્યાની ફકત ૨૦% કીટો તો મળી... કામ ઓછું થાય છે અને વાતો મેં ફોટોસેશન બહુ જ થાય છે. જે થાય છે એના કરતા એનું માર્કેટિંગ ઘણું વધારે કરવામાં આવે છે. હું છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર વિડિયોના માધ્યમથી મારો સંદેશ મોકલાવું છું કે જાગો જાગો. પરિવર્તન લાવો.. બદલાવ લાવો પરંતુ સત્ત્।ા મળ્યા પછી માણસો જાડી ચામડીના થઈ જતા હોય છે અને પોતાની જાતને લોહાણા સમાજ ના માલિક સમજી બેસતા હોય છે. આપ જે પૈસાનો વહીવટ કરો છો કે જે લોકોને સહાય આપો છો તેમાં કેટલાય દાતાઓનું લાખો રૂપિયાનું દાન છે અને કેટલાય વડીલોનો તપ છે. બે વર્ષ પહેલાં પણ સૌરાષ્ટ્રમાં આપણા સમાજના યુવાનો ઉપવાસ પર બેઠેલા અને તમને પણ લેખિત બાહેધરી આપીને ફરી ગયેલા. આજે પણ લોહાણા સમાજ માટે ખૂબ ખરાબ દિવસો ચાલી રહ્યા છે ત્યારે હૂં કોરોનાનો ગંભીર સમય છે એટલે તા. ર૪ અને રપ જૂનના રોજ મહાપરિષદના કાર્યાલયના બદલે મારા ઘરે જ પ્રતીક ઉપવાસ કરૃં છું.

નાના પરિવારોને કે યુવાનોને કોઈ સાંભળતું નથી. પોતાના સ્વાર્થ માટે ચીપકી રહેવા માંગતા પ્રમુખને બદલાવાનો સમય હવે પાકી ગયો છે. થોડા સમયમાં પરિસ્થિતિ થાળે પડે એટલે ઓછામાં ઓછા ૧૦૦ યુવાનો સાથે લઈ મહાપરિષદના કાર્યાલયની સામે ફરીથી ઉપવાસ ઉપર બેસીશું, પરિષદના પ્રમુખએ છેલ્લા સાડા ચાર વર્ષમાં કેટલા નાના મહાજનોની મુલાકાત લીધી કે કેટલા લોકોને કે નાના પરિવારોને પાંચ મિનિટ પણ સાંભળ્યા? એક રઘુવંશી છું ખેડૂતનો દીકરો છું એટલે નાના માણસની પરિસ્થિતિ અને મુશ્કેલીઓ શું હોય તે હું સમજુ છું અને અત્યારે આ પરિવારોને આપણી કેટલી જરૂર છે, કોરોનાના ત્રણ મહિનાના કપરા કાળમાં નાનાજી ગામોમાં પરિવારની ચિંતા કરવાના બદલે કીટ માટે સમાજના લોકો પાસે આધાર પુરાવા માગવામાં આવે ફકત પોતાના  ગણ્યાગાઠ્યા અને મોટા મહાજનોને સાચવવા માટે બતાવવા માટે કીટોનુ વિતરણ જાહેર કર્યું અને થોડોક ટાઈમમાં બંધ પણ કરી દીધુ. હંુ ફરીથી યુવાનોને અપીલ કરૃં છું કે પરિવર્તનનો સમય પાકી ગયો છે. બધા સત્ય માટે આગળ આવો, રઘુવંશી ભાઇઓ હવે આગળ આવો અને તમારી રઘુવંશીની ઓળખ માટે પણ સત્ય સામે જોઈ આગળ આવો. મને દબડાવવા કે લાલચ આપવા કોઈએ ફોન કરવો નહિં. મારો સાથ અને ફોન મેસેજથી પ્રોત્સાહન આપનાર તમામને વંદન. (શૈલેષ ઠક્કર - મો.૭૮૧૯૦ ૦૭૫૫૫)

(4:15 pm IST)