Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ગૃહ કલેશમાં પત્નિએ પોલીસ ફરિયાદ કરતાં ખોજા પ્રૌઢે જિંદગી ટુંકાવી લીધી

દૂધ સાગર રોડ ગુલશન પાર્કમાં બનાવઃ ડાયમંડભાઇ ગિલાણીએ ઝેર પી લીધું

રાજકોટ,તા.૨૪: શહેરમાં દુધસાગર રોડ પર ગુલશન પાર્કમાં રહેતા ખોજા પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

મળતી વિગત મુજબ દુધ સાગર રોડ ગુલશન પાર્ક શેરી નં.૧માં ડાયમંડભાઇ સમસુદીનભાઇ ગોલાણી (ઉવ.૨૨)એ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે ઝેરી દવાપી લેતા તેને સારવાર માટે વેદાંત હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન ગઇ કાલે મોત નિપજ્યું હતું. મૃતક ડાયમંડભાઇ અને તેના પત્ની વચ્ચે માથાકુટ ચાલતી હોય તે બાબતે પત્નીએ અમદાવાદમાં પોલીસ ફરિયાદ કરી હતી. અને ખોજા પ્રૌઢ છ માસથી એકલા રહેતા હતા. તેથી કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યુ છે. આ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ કે.કે.પરમાર તથા રાઇટર ધર્મેશભાઇ ખાંડેખાએ તપાસ હાથ ધરી છે.

(3:32 pm IST)