Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

વકીલોને નોકરી-ધંધો કરવાની છૂટ આપવાના ઠરાવનો ઠેર-ઠેર વિરોધ : બાર કાઉ.ને ઠરાવ રદ કરવા માંગણી

રાજકોટના કલેઇમ બાર એસો.ના પ્રમુખદે બી.સી.જીને પત્ર પાઠવ્યો

રાજકોટ, તા. ર૪ : વકીલોને કામધંધો નોકરી કરવાની બાર કાઉન્સીલે આપેલ છૂટ અંગેના નિર્ણયનો વકીલોમાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ કલેઇમ બાર એસો.ના પ્રમુખ રાજેશ મહેતાએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનને પત્ર પાઠવીને બી.સી.જી.એ આ અંગે કરેલ ઠરાવન રદ કરવા જણાવ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનાથી કોર્ટો બંધ હોય અને હજુ કોર્ટો કયારે ખુલ્લે તે અંગે સતાવાર માહિતી નથી ત્યારે વકીલો અગે બાર કાઉન્સીલે કરેલ ઠરાવનો વિરોધ થઇ રહ્યો હોય રાજકોટથી કલેઇમ બાર એસો.ના પ્રમુખ રાજેશ મહેતાએ બી.સી.જી.એ વકીલોને નોકરી-ધંધો કરવા અંગેના ૩૧ ડીસેમ્બર સુધી આપેલ છૂટનો વિરોધ પ્રદર્શિત કરીને ઠરાવ રદ કરવા બાર કાઉ.ને ફેકસ મેસેજ પાઠવેલ છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા રવિવારે ઠરાવ કરેલ છે કે ડીસેમ્બર સુધી વકીલો પાસે કામ ધંધો ન હોય લોકડાઉન બાદ અર્થતંત્ર પાટે ચડેલ ન હોય સંકળામણ અનુભવ કરતા હોય તમામ વકીલને કામધંધો કરતા પરમીશન આપતો ઠરાવ કરેલ છે તે ખૂબજ દુઃખદ અને ખેદજનક છે.

બાર કાઉન્સીલના ઠરાવથી ઠેર ઠેર વિરોધ પ્રગટ થયેલ છે અમો પણ વિરોધ કરીએ છીએ કે ઠરાવ પાછો ખેંચી વકીલોની પ્રતિષ્ઠા, આબરૂ બચાવી લે વકીલોની ફજેતી સમાજમાં થતી બચાવી તે માટે અમો બાર કાઉન્સીલ કરેલ ઠરાવનો આ ઠરાવથી વિરોધ કરીએ છીએ. તેમ એમ.એ.સી.પી . બાર એસો.ના પ્રમુખ રાજેશ મહેતાએ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(3:31 pm IST)