Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

તલાટી મંત્રી વિરૂધ્ધ કાર્યવાહી કરવા કલેકટરશ્રીને આવેદન

વકીલ સાથે અશોભનીય વર્તન કરવા અંગે

રાજકોટ તા. ર૪: વકિલ સામે અભદ્ર ભાષાનાં પ્રયોગ કરનાર રાજકોટ પશ્ચિમના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાનામવા-૩ ના તલાટી સામે પગલાં ભરવા અંગે કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટી લિગલ સેલનાં કન્વીનર હિતેશ દવે ગત તારીખ ૧૯-૬-ર૦ર૦ ને શુક્રવારના રોજ બપોરે આશરે ૪-૦૦ કલાકે નાનામવા તલાટી-ર સ્નેહલબેન ગઢવીને રેવન્યુ રેકર્ડની નોંધની કામગીરી બાબતે રૂબરૂ ગયેલા ત્યારે તે રૂમમાં પ્રવેશદ્વાર આડે જાહેર જનતા તથા વકિલોને પ્રવેશ કરવામાં નડતરરૂપ થાય તે રીતે ટેબલ રાખેલ હોય તેથી આ ટેબલ દુર કરવા વકિલશ્રીએ જણાવતા ત્યારે ત્યાં હાજર નાનામવા તલાટી-૩ તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્રસિંહ રાણાએ વકિલશ્રી હિતેશભાઇ દવે ને ''અભદ્ર ભાષામાં તુકારો આપી ચપટી વગાડી ટેબલ તુ દુર કરી લે અને તારાથી થાય તે કરી લે અને જયાં ફરીયાદ કરવી હોય ત્યાં ફરીયાદ કરી લે.'' તેમ કહીને સરકારી કર્મચારીને ન શોભે તે પ્રકારનો અશોભનીય અભદ્ર વ્યવહાર કરતાં લિગલ સેલનાં કન્વીનર હિતેશ દવેએ તાત્કાલીક મામલતદારશ્રીને ફોન કરી આ સમગ્ર બનાવ અંગે ફરીયાદ કરેલ જે સંબંધે તેઓ દ્વારા કોઇ કાર્યવાહી કરેલ ન હોય જેથી રાજકોટ કલેકટરને આ બાબતે તા. રર-૬-ર૦ર૦ને સોમવારનાં રોજ રાજકોટ શહેરમાં મામલતદાર-પશ્ચિમની કચેરીમાં નાનામવા-૩ તલાટી તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્રસિંહ રાણા સામે તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ હિતેષભાઇ દવે એ આપેલ છે.

(3:29 pm IST)