Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ઓનલાઇન શિક્ષણનું ગતકડુ બંધ કરો, ખુશીના પરિવારને રૂ.૧૦ લાખની સહાય કરવા એનએસયુઆઇની માંગણી

અધિકારીને રજુઆત કરે તે પુર્વે જ કાર્યકરોની અટકાયત

રાજકોટ, તા., ૨૪: ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની માંગણી સાથે શિક્ષણાધીકારીને રજુઆત  કરવા જતા એનએસયુઆઇના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી ઉર્ગ્યુ નથી એન.એસ.યુ.આઇ. એ. એક યાદીમાં જણાવ્યું છે કે લોકોના ધંધા રોજગાર કેમ સેટ કરવા, ઘર અને પરિવારજો જીવનનિર્વાહ કેમ ચલાવવો ? તેની મથામણમાં છે, ત્યારે ગુજરાતની ભાજપની સરકારે કોઇપણ જાતના ઉંડા અભ્યાસ વગર ઓનલાઇન શિક્ષણનું ગતકડું ઉભુ કર્યુ છે. ઓનલાઇન શિક્ષણ પદ્ધતિથી સરકાર માત્ર  શિક્ષણ ક્ષેત્રમાંથી પોતાનો હાથ આ પરિસ્થિતિમાંથી ખેંચી લેવા માગતી હોય અને રાજયના માલેતુજાર શિક્ષણ માફીયાઓને સીધો જ ફાયદો કરાવવા માંગતી હોય તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે ત્યારે આ મુદ્દે લોકોને સાથે રાખી સરકારને અનેક રજુઆતો કરવા છતાં સરકારના કાનો સુધી જનતાઓ અવાજ સંભળાયો નથી. એ દુષ્ટ પરિણામો રૂપે બે દિવસ પહેલા રાજકોટ ખુશી નામની લાડકવાયી આ ઓનલાઇન શિક્ષણની બલી ચડી હોય તેવું લાગે છે.  રાજકોટ શહેર એન.એસ.યુ.આઇ. સખ્ત શબ્દોમાં વખોડે રાજયના શિક્ષણ વિભાગ પાસે માંગણી કરે છે આ ઘટનાનો ભોગ બનતા પરિવારને એની ખુશીતો પાછી લાવી ન દઇ શકીએ પરંતુ એના પરિવારને સધીયારો મળે માટે સરકાર દ્વારા રાજયના મુખ્યમંત્રી રાહતનિધિ કોર્ષમાં કોરોનાના કપરા કાળ દરમિયાન ઉઘરાવવામાં આવેલના ફંડમાંથી આ પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાય કરવામાં આવે એવી અમારી રજુઆત છે. આ ઓનલાઇન શિક્ષણથી બાળકોના આંખ અને કાનની અને મગજ ઉપર ખુબ જ ગંભીર અસર પડે છે. આ ઓનલાઇન શિક્ષણ બાળકોના સ્વાસ્થય માટે હાનીકારક છે. એટલા માટે રાજકોટ શહેર એન. એસ.યુ.આઇ.ની માંગણી છે. આ ઓનલાઇન શિક્ષણ તાત્કાલીક ધોરણે બંધ કરી દેવામાં આવે છે. તેમ રજુઆતની યાદીમાં કરી છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ શહેર એન.એસ.યુ.આઇ. પ્રમુખ નરેન્દ્ર સોલંકી, વિશ્વદિપસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભવ્ય પટેલ, વિશ્વજિતસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા. રજુઆતપૂર્વક યોજી અટકાયત કરી છે.

(3:28 pm IST)