Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

શહેરના માર્શલ આર્ટસ ઇન્સ્ટ્રકટરોની આર્થિક હાલત કફોડીઃ જગ્યાનું ભાડૂ પણ ભરાતુ નથીઃ કલેકટરને આવેદન

મ્યુઝીક-ડાન્સની એકટીવીટી ચાલુ થઇ છે તો કરાટે-કુંગ્ફુ-તાઇકવોનડાના કલાસ કેમ નહી?! : આ તાલીમ વર્ગમાં આપોઆપ સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે છેઃ અનેક લોકો રોજીરોટી મેળવે છે

કલેકટર કચેરી ખાતે માર્શલ આર્ટસ કોચીઝ એસો. દ્વારા તાલીમ કલાસ શરૂ કરવા દેવાની માગણી સાથે આવેદન પત્ર પાઠવાયું તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૪ :.. શહેર માર્શલ આર્ટસ કોચ એસો.એ કલેકટરને આવેદન પત્ર પાઠવી માર્શલ આર્ટસ તેમજ વ્યાયામ ઇન્સ્ટ્રકટરોની અરજી સ્વીકારવા અને રાજકોટ કરાટે ફેડરેશન તરફથી રાજકોટમાં ચાલતા કરાટે, કુંગ્કુ તથા તાઇકવોનડો ના કલાસ સ્ટાર્ટ કરવા માંગીએ છીએ, એ બાબતે રજૂઆતો કરી હતી. રાજકોટમાં પ૦ થી વધુ કોચ (ઇન્સ્ટ્રકટરો) છે જેની રોજીરોટી કરાટે, કુંગ્કુ તથા તાઇકવોનડો ના કલાસથી ચાલે છે, એવા યંગ એઇજ ના વિદ્યાર્થીઓ પણ છે કે જેઓ સ્ટડી કરતા કરતા આ માધ્યમથી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. હાલના તબકકે અમારા દ્વારા છેલ્લા ૩ મહિનાથી વધુ સમયથી કોઇપણ કલાસ શરૂ ન હોવાથી તાલીમ સદંતર બંધ રહેલ છે. અને ૯૦ ટકાથી વધુ ઇન્સ્ટ્રકરો આ સિવાય બીજો કોઇ નોકરી ધંધો ન કરતા હોવાથી દરેક ઇન્સ્ટ્રકરોની આર્થિક હાલત એટલી હદે કફોડી બની ગઇ છે કે ન તો કોઇ જગ્યાનું ભાડુ આપી શકે એમ છે, ન તો કોઇ લોનના ઇએમઆઇ ભરી શકે એમ છે.

આપને જણાવવાનું કે કરાટે, કુંગ્કુ તથા તાઇકવોનડો ના કલાસની અંદર એરકંડીશન કે કોઇપણ જાતના ઇકવીપમેન્ટનો ઉપયોગ થતો નથી તથા કરાટે, કુંગ્કુ તથા તાઇકવોનડો ના કલાસમાં દુર દુર ઉભા રહીને જ એકસરસાઇઝ, કીકીમ, પંચીમ વગેરે કરાવવામાં આવતું હોવાથી સોશ્યલ ડીસ્ટન્સીગ એની મેળે જ જળવાઇ રહે છે. જેમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાઇફલ શુટીગ જેવી ગેઇમ પણ શરૂ કરી દીધેલ તેમજ રાષ્ટ્રીય શાળા ખાતે નાના બાળકો સહિતનાઓને પણ મ્યુઝીક અને ડાન્સ જેવી એકટીવીટી શરૂ કરાવી દેવામાં આવેલ છે, સરકારના આદેશ મુજબ સ્પોર્ટસ સંકુલો શરૂ કરવાની છૂટ આપી દેવામાં આવેલ છે પરંતુ પ્રેક્ષકોને અંદર આવવાની મનાઇ છે તેમજ સ્પર્ધાઓ યોજવાની મનાઇ છે, અમે પણ આવી કોઇ સ્પર્ધાઓનું આયોજન નહી કરીએ એવી ખાત્રી આપીએ છીએ. આથી અમને તાલીમ શરૂ કરવા અનુમતી આપવા વિનંતી છે, આવેદન દેવામાં પ્રમુખ જીતેન્દ્ર મારૂ, તથા અન્યો જોડાયા હતાં.

(3:27 pm IST)