Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

વિધાનસભા-૭૧ ભાજપ સંગઠન દ્વારા અભયભાઇને શુભેચ્છા

 તાજેતરમાં યોજાયેલ રાજયસભાની ચુંટણીઓમાં ગુજરાતમાંથી રાજયસભાના સભ્ય તરીકે સૌથી વધુ મત મેળવી વિજેતા બનેલા પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજનું રાજકોટ વિધાનસભા-૭૧ માં આવતા વોર્ડ નં.૧૧,૧૨,૧૮ ના હોદેદારો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં રાજુભાઇ બોરીચા, પ્રદીપભાઇ ડવ, પ્રવિણભાઇ પાઘડાર, યોગરાજસિંહ જાડેજા, રાજુભાઇ માલધારી, શૈલેષભાઇ પરસાણા, નરશીભાઇ કાકડીયા, સંજયસિંહ રાણા, રસીકભાઇ કાવઠીયા, મનસુખભાઇ વેકરીયા, સંજયભાઇ બોરીચા, હીતેષભાઇ ઢોલરીયા, રવિભાઇ ઠાકોર, દસરથસિંહભાઇ જાડેજા, હરસુખભાઇ માકડીયા, કીશનભાઇ ટીલવા, જયભાઇ ગજજર વગેરે સાથે જોડાયા હતા.

(3:25 pm IST)