Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કુમકુમ પરિવાર દ્વારા સેવાયજ્ઞ

રાજકોટ  : કુમકુમ ગ્રુપ પરિવાર રાજકોટ દ્વારા મેયર બંગલા ની સામે, તુલસીના રોપા,ચકલીના માળા, પક્ષી માટે પાણીના કુંડા, ચણ દાનીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું. ગુજરાત સરકારના કાયદા મુજબ એક મીટરના અંતરે અને માસ્ક પહેરી ને લોકોને વિતરણ કરવામાં આવ્યુ હતું. આ સેવાકાર્યમાં કુમકુમ ગ્રુપ પરિવારના  મનોજભાઇ પટેલ, અશોકભાઈ જાદવ, નારણભાઈ કેસરીયા, તૃપ્તિબેન રાજવીર, રાજુભાઈ પ્રજાપતિ, પૂજાબેન ત્રિવેદી, રૂત્વિક ત્રિવેદી, વલ્લભભાઈ પટેલ, વિપુલભાઇ ગુજરાતી, રેશ્માબેન સોલંકી, અલ્કાબેન કામદાર, રમાબેન હેરભા, નેના બેન, ક્રુતીંબેન દોશી, ચિરાગ મકડિયા, જયેશભાઈ પટેલ,કિશન ટિલવા, નારણભાઈ બોળિયા, ઉમંગ ગજ્જર વિગેરે એ સેવા આપી હતી, આ સેવાકાર્ય માં અરવિંદભાઈ વોરા, જીતુભાઈ શાહ, કાળુમામા વડેરીયા, દલસુખભાઈ જાગાણી, નીતીનભાઇ રામાણી, અજયભાઈ વાડોલીયા, ભીખુંભાઈ લાઠીયા રેશ્માબેન સોલંકી, અલ્કાબેન કામદાર, રમાબેન હેરભા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:19 pm IST)