Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

લોકડાઉન પછી પતિને કામ ચાલતું ન હોઇ કંટાળીને પોપટપરાના નિમુબેને ફાંસો ખાધો

પતિ જોઇ જતાં જીવ બચી ગયોઃ કોળી મહિલા સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૪: લોકડાઉન પછી કામધંધા બરાબર જામતા ન હોઇ ઘણા લોકો હિમત હારી જઇ ટુંકો માર્ગ અપનાવવા પ્રયાસ કરી રહ્યા છે. વધુ એક બનાવમાં પોપટપરા સરકારી ગોડાઉન પાછળ રહેતી નિમુબેન સીંધાભાઇ કુનતીયા (ઉ.વ.૨૫) નામની કોળી મહિલાએ રાતે બારેક વાગ્યે ઘરમાં ચુંદડીથી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

નિમુબેને ફાંસો ખાઇ લેતાં પતિ સીંધાભાઇ જોઇ જતાં દેકારો મચાવ્યો હતો. બીજા લોકો જાગી જતાં નિમુબેનને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. નિમુબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણીએ કહ્યું હતું કે પતિ કડીયા કામની મજૂરી કરે છે. અગાઉ જ્યાં નોકરી કરતાં હતાં ત્યાં લોકડાઉન પછી કામ નથી. હાલમાં પતિને કામ બરાબર મળતું ન હોઇ ઘરમાં આર્થિક ભીંસ રહેતી હોવાથી કંટાળીને આ પગલુ ભર્યુ હતું.

(12:59 pm IST)