Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ત્રિકોણબાગ ચોકમાં 'પોલીસે ગાડા વાળ્યા'

રાજકોટઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત થઇ રહેલા ભાવ વધારાનો વિરોધ આજે શહેર કોંગ્રેસે આશ્ચર્યજનક રીતે બળદગાડા રોડ પર ઉતારીને કર્યો હતો. દરેક વોર્ડમાંથી એક એક ગાડુ જોડીને કોંગી આગેવાનો, કાર્યકરો ત્રિકોણબાગ સુધી પહોંચવા રવાના થયા હતાં. પરંતુ મોટા ભાગનાને પોલીસે અડધે રસ્તેથી જ અટકાયતમાં લઇ લીધા હતાં. એવી કહેવત છે કે 'ગયઢા ગાડા વાળે'...પણ આજે ત્રિકોણબાગ ચોકમાં પોલીસે ગાડા વાળ્યા હતાં. એસીપી એચ. એલ. રાઠોડ એક ગાડા પર ચડી ગયા હતાં અને બળદની રાશ પકડી લઇ ગાડાને અને કાર્યકરોને કાબુમાં લેવા પોતાનો અનુભવ કામે લગાડ્યો હતો. ગાડુ અટકાવ્યા બાદ સ્ટાફને બોલાવી બળદોને ગાડામાંથી છોડાવ્યા હતાં અને ગાડુ સાઇડમાં લેવડાવ્યું હતું. તસ્વીરોમાં આ દ્રશ્યો જોઇ શકાય છે. પીએસઆઇ એસ. વી. સાખરા સહિતનો સ્ટાફ પણ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(12:58 pm IST)