Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

શ્રધ્ધાનગરમાં મુળ વાડધરીનો હાર્દિક વિરડીયા પત્નિ સાથે વોકીંગમાં નીકળ્યો ને ઢળી પડ્યો

લેઉવા પટેલ યુવાનને હાર્ટએટેક આવતાં મોતઃ એક વર્ષના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૪: મુળ ગોંડલના વાડધરીનો વતની અને હાલ આહિર ચોક શ્રધ્ધાનગર-૨માં રહેતો હાર્દિકભાઇ વિનુભાઇ વિરડીયા (ઉ.વ.૨૮) નામનો લેઉવા પટેલ યુવાન રાતે નવેક વાગ્યે પત્નિ સાથે વોકીંગમાં નીકળ્યો ત્યારે ઘર નજીક ૮૦ ફુટ રોડ મિલન હોલ પાસે અચાનક બેભાન થઇ ઢળી પડતાં લોકો ભેગા થઇ ગયા હતાં. તેને તાકીદે  સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ આર.એન. સાકરીયા અને પ્રવિણભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર હાર્દિક એક બહેનથી નાનો હતો અને પરિવારનો આધારસ્તંભ હતો. પત્નિનું નામ રાધિકાબેન છે. બે વર્ષ પહેલા હાર્દિકના લગ્ન થયા હતાં. સંતાનમાં એક વર્ષનો પુત્ર છે. પોતે પ્રાઇવેટ નોકરી કરતો હતો. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

(11:57 am IST)