Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ચેકરિટર્નના કેસોને અપરાધીકરણમાંથી મુકત કરવાના સુધારા સામે વકીલ આલમમાં વિરોધ

ચેક ધંધાકીય જગતમાં વિશ્વસનીયતા ધરાવે છેઃ નાણામંત્રાલય દ્વારા આવા કેસના આરોપીને મુકિત આપવા અંગે થઇ રહેલ વિચારણા અંગે અપ્રમાણિકોને પ્રોત્સાહન મળશેઃ બેકીંગ સિસ્ટમ ઉપર પણ જોખમ ઉભુ થશેઃ એડવોકેટ બ્રિજ વિકાસ શેઠ દ્વારા નાણા મંત્રાલયને વાંધાઓ મોકલાયા..

રાજકોટ,તા.૨૪:ભારત સરકારના નાણામંત્રાલય દ્વારા તારીખ ૦૮/૦૬/૨૦ ના રોજ એક જાહેરાત કરવામાં આવેલ છે કે, ધંધાના વિકાસ અને કોર્ટમાં કામના ભરાવાને નીવારવા માટે અમુક કાયદાઓમાં સુધારો કરવા માટે સરકાર વિચારી રહી છે. સદરહું જાહેરાત મુજબ જેલ સજાના હુકમો દરેક ઠગાઈ યકત અને બદઈરાદાના પરિણામે હોય, તેવુ જરૂરી નથી અને આ પ્રકારની કાર્યવાહીઓ રોકાણ એટલે કે ઈન્વેસ્ટમેન્ટને આકર્ષવામાં ખુબ મુશ્કેલીરૂપ બનુ છે અને આવી કાર્યવાહીઓનો નિકાલ થવામાં લાંબો સમય જાય છે. જેને કારણે ધંધાકીય માનસ ઉપર, આર્થીક વિકાસ અને ન્યાયીક કાર્યવાહી માટે ખુબ અવ રોધરૂપ છે. આ બાબતે ધંધામાં વિશ્વાસનું વાતાવરણ સર્જાય તેમજ ગંભીર ગુનાઓમાં સજા અને સામાન્ય ગુનાઓમાં સમાધાનકારી વલણ અમલમાં આવે, તેવી સંતુલીત પોલીસી કે જૈ ભારત સરકારના મુળભૂત ઉદશ'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' એ પ્રાપ્ત કરવામાં આગળ પડતું પગલુ ભરી શકાય તેવો હેતું જણાવી ચેક ડીસઓનરના ગુનાઓને અપરાધીકરણમોથી મુકત કરવા એટલે કે ડીર્કીમીનલાઈઝેશન કરવા માટે વિચારણા કરવામાં આવેલ અને તેના માટે હીત ધરાવતા જાણકારો પાસેથી સરકાર દ્વારા સુચનો - ટીપ્પણી મંગાવવામાં આવેલ.

ઉપરોકત જાહેરાત અનુસંધાને ગુજરાત હાઈકોર્ટમાં વકલાત કરતા બિજ વિકાસ શેઠએ નાણામંત્રાલયને ઇ-મેઈલ કરી ટીપ્પણીઓ, સુચનો તથા ઉપરોકત જાહેરાત અન્વયે લેખિત વાંધા મોકલાવેલ છે.

ઉપરોકત વાંધા- સુચનોમાં બ્રિજ શેઠએ જણાવેલ છે કે, ચેક ડીસઓનર અંગેનો કાયદો નેગોશીએબલ ઈન્સટ્રમેન્ટ એકટ સન-૧૮૮૧ એટલે કે, આશરે ૧૩૯ વર્ષ પહેલા અમલમાં આવેલો અને ત્યારબાદ ૧૦૭ વર્ષ પછી એટલે કે, સન-૧૯૮૮માં તે કાયદામાં સુધારાઓ લાવવદમાં આવેલ. જે તે કાયદામાં કલમ-૧૩૮ મુજબ કોઈપણ કારણસર ચેક ડીસઓનર થાય એટલે ચેક ઈશ્યુ કરનારને નોટીસ પાઠવી ચેક ડીસઓનરની જાણ કરો નોટીસ મળ્યાના ૧૫ દિવસમાં ડીસઓનર થયેલ ચેકની રકંમનં પેમેન્ટ કરવાનું જણાવવું ફરજીયાત છે. ત્યારબાદ ચેક ઈશ્યુ કરનાર સામે ફોજદારી કાર્યવાહી દાખલ થઈ શકે છે. આ નોટીસ આપવાનો મુળભુત હેતું એ છે કે, જો ચેક ઈશ્યુ કરનારનો શુધ્ધબુધ્ધીનો ઈરાદો હોય તો, તે ડીસઓનરે થયેલ ચેકની રકમે ચુકવી આપશે. કશુર થયે તેઓએ કાનુની કાર્યવાહી અનુસરવાની રહે છે.

આ સિધ્ધાંત અનુસાર છેલ્લા ૩ર વર્ષથી કાનુની કાર્યવાહીઓ ચાલી રહેલ છે. આ તબકકે યાદ રાખવું જરૂરો બને છે કે, આ કાયદા અંગેની કાર્યવાહી બેકીંગ ઈન્સ્ટુમેન્ટ ચેક - કે જેના ઉપર વિશ્વાસ રાખી કરોડો-અબજો રૂપિયાના આર્થીક વ્યવહારો થાય છે. તેના ઉપર પ્રજાનો વિશ્વાસ ટકી રહે અને અપ્રમાણીક રીતે ચેક ઈશ્યુ કરનાર વ્યકિતઓ પ્રમાણીક વ્યકિતઓને આર્થીક નુકશાન ન પર્હોચાડે તેને રોકવાનો છે. હાલમાં પ્રવર્તમાન કાયદો આ ઉદેશને પાર પાડવામાં મહદ અંશે સફળ રહેલ છે. આ તબકકે સ્પષ્ટતા જરૂરી છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા સમયે સમયે અલગ અલગ જજમેન્ટમાં આ કાયદાની અમલવારી અસરકારક બનાવવા અને બદઈરાદા વગરના ચેક ઈશ્યુ કરનાર ખોટી રીતે દંડાય ન જાય તે માટે કાયદાનું સરળ અમલીકરણ માટે ગાઈડલાઈન આપેલ છે. જેમાં દામોદર એસ. પ્રભુના જજમેન્ટમાં ઠરાવેલ છે કે. ચેંક ઇશ્યુ કરનાર નોટીસ પીરોયડમાં ચેકની રકમ ન ચુકવી શકેલ હોય તો, તે કોર્ટનો સમન્સ મળે ત્યારે કોર્ટમાં ચેકની રકમ જમાં કરાવી શકે છે. અને તેવા કિસ્સામાં કોર્ટ કેસ બંધ કરૌ શકશે.

છેલ્લે સુપ્રીમ કોર્ટએ મીટર એન્ડ ઈન્સ્ટમેન્ટ પ્રા.લી. વિ. કંચન મહેતાના કેસમાં ચેક ડીસઓનરના કેસમાં ચેક ઈશ્યુ કરનારને શુધ્ધબુધ્ધી સાબીત કરવા કાયદાને વિશેષ સરળ બનાવવા પ્રયાસ કરેલ છે. તેમાં ઠરાવેલ છે કે, ચેક ઈશ્યુ કરનાર બનતી ત્વરાએ ચાલુ કેસએ ચેકની રકમ, કોર્ટની પરવાનગીથી કોર્ટમાં જમાં કરાવે તો , કોર્ટએ તે કેસને કમ્પાઉન્ડ કરી, કેસ પુર્ણ કરી શકશે. આ પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રમાણીક લોકોને રક્ષણ આપવા ઉમદા પ્રયાસ કરેલ છે.

પરતું ચેક ડીસઓનરના ગુનાને ગુનો ન ગણવો કે દડ, સજાનુ તત્વ કાઢી નાખવાથી અપ્રમાણીક રીતે ચેક ઈશ્યુ કરનારને ગુનો ખુલંખૂલ્લા કરવા પ્રોત્સાહન મળે તેવી પરિસ્થિત સર્જાય તેમ છે અને ચેક ઉપર વિશ્વાસ રાખી લાખો કરોડોનો ધંધો કરતા વેપારી આલમ મોટી આર્થીક મુશ્કેલીમાં મુકાય જાય તેવી પરિસ્થિતી નિર્માણ થાય તેવા સંજોગો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ગોવા પ્લાસ્ટ પ્રા.લી. વિ. શ્રી ચીકો ઉર્સલાના કેસમાં ઠરાવેલ છે કે, આ કાયદામાં સને ૧૯૮૮માં લાવવામાં આવેલ સુધારા પાછળનો મુળભુત હેતુ બેંકીંગ કાર્યવાહી સધારમમ અને નેગો. ઈન્સ્ટુમેન્ટ -ચેક વિગેરેની ધંધાકીય જગતમાં વિશ્વસનીયતા વધારવાનો છે. સ્થાનીક વેપાર તેમજ આંતરાષ્ટ્રીય વેપાર વિનીમય વધારવા બેંકીંગ કાર્યવાહી વિશ્વનીય બને તે જરૂરી છે. જેથી કાનુની ઘડવૈયાઓએ આ હેતુને ધ્યાનમાં રાખી ચેક ડીસઓનર અન્વયેની કાયવાહીમાં સુધારણાઓ કરેલ છે. જેને કારણે નિર્દોષ ચેક ધારણકર્તા, અપ્રમાણીક રીતે ચેક ઈશ્યુ કરનારથી ભોગ ન બને. જો આ પ્રબંધો દુર કરવામાં આવે તો, ખોટુ કરનારને તેના જ અપકૃત્યથી ફાયદા કરાવવા જેવી પરિસ્થિતી થાય જેથી ને.ઇ. એકટની કલમ-૧૩૮ થી ક.૧૪૨નું ખુબ જ મહત્વ છે.

ઉપરોકત સુચીત સુધારા સામે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા, બાર કાઉન્સીલ ઓફ મહારાષ્ટ્ર , ગોવા તથા દિલ્હી એ નાણામંત્રાલયને વાંધાઓ મોકલેલ છે. તેમજ આ તમામ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ અને ગાઈડલાઈન વિરૂધ્ધ નાણામંત્રાલય દ્વારા ચેક ડીસઓનરના કેસમાં આરોપીને અપરાધીકરણમાંથી મુકિત આપવા બાબતેની વિચારણા, સમગ્ર કાયદાનો મુળભુત હેતું નાશ કરનારી અને અપ્રમાણીક લોકોના વ્યવહારોને પ્રોત્સાહીત કરનારી જણાતા અને રાજકોટના વકિલઆલમમાંથી ખુબજ વિરોધ ઉઠેલ છે. જેથી બ્રિજ વિકાસ શેઠ(૭૮૭૮૧૬૮૫૯૦) એડવોકેટ કે જે રાજકોટ તથા ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરી રહ્યા છે તેમણે નાણા મંત્રાલલને ઓનલાઈન લેખિત વાંધા મોકલાવેલ છે.

(11:52 am IST)