Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

એજ્યુકેશન તથા રીસર્ચ માટે આ રહી સ્કોલરશીપઃ ઉજ્જવળ કારકિર્દી બનાવો

બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી, લાઇફ સાયન્સ, ફીઝીકસ, કેમેસ્ટ્રી, મેથ્સ, એન્જીનીયરીંગ, સાયન્સ, મેડીસીન વિગેરેમાં હાઇકવોલિટી રીસર્ચ માટે સ્કોલરશીપ ઉપલબ્ધઃ સેવાનિવૃત અને સાયન્સ-એન્જીનીયરીંગમાં Ph.D. તથા મેડીસીનમાં M.D. થયેલાઓ માટે પણ રીસર્ચ કરવાની સોનેરી તક

રાજકોટ તા. પ : મનમાં ઘણી બધી ઇચ્છા હોય કે સંશોધન થકી પોતાના માટે કે સમાજ માટે કંઇક ઉપયોગી કાર્ય કરી શકાય. વિવિધ ક્ષેત્રે સંશોધનો  તો પુષ્કળ થાય છે અને તેની હકારાત્મક નોંધ પણ લેવાય છે. ઉપરાંત સંશોધન થકી ઘણી બધી નવી-નવી ક્ષિતિજો ખૂલતી જાય છે.

ઉજ્જવળ કારકિર્દી બનાવતા અને લોકોને વ્યવહારમાં  ઉપયોગમાં આવતા સંશોધન કરવા જો સ્કોલરશીપ-ફેલોશીપ મળે તો ચોક્કસપણે સોનામાં સુગંધ ભળી જાય. આવી ફેલોશીપ ઉપર એક નજર કરીએ તો....

પોસ્ટ ગ્રેજયુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સિનિયર રિસર્ચ ફેલોશિપ ર૦ર૦ અંતર્ગત ચંડીગઢના પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) દ્વારા ફેલોશિપ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી ધારક ઉમેદવારોને બાયોટેકનોલોજી વિભાગ હેઠળ બાયોટેકનોલોજી ઉદ્યોગ સંશોધન સંસ્થા પરિષદ (BIRCA) ના પ્રોજેકટ પર સંશોધન કાર્ય કરવાની તક મળશે.

-અરજી કરવા માટેની પાત્રતા

નિયત સરકારી વય મર્યાદામાં આવતા ઉમેદવારો કે જેમણે ઉલ્લેખિત વિસ્તારમાં બે વર્ષ સંંબંધિત સંશોધન કાર્ય કર્યું છે અને માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓ તારીખ ૩૦/૬/ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

આ ફેલોશિપ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને વિવિધ લાભ મળશે. ઓનલાઇન અરજી સાથે પોસ્ટ દ્વારા પણ આ સાથેના સરનામા ઉપર અરજી મોકલી શકાય છે.

ફાર્માકોલોજી વિભાગ, રૂમ નંબર ૪૦૧પ/૪૦૩૦, રિસર્ચ બ્લોક-બી, ચોથા માળે, PGIMER ,ચંડીગઢ

-અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/PES3

HSCST ફેલોશિપ કાર્યક્રમ ર૦ર૦ અંતર્ગત જીવન વિજ્ઞાન, ભૌતિક, રસાયણ, ગણિતિક, ઇજનેરી, વિજ્ઞાન વિગેરે વિષયોમાં એમ.એસ.સી. અથવા સમકક્ષ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હરિયાણાની કોઇપણ યુનિવર્સિટીમાં પીએચ.ડી. માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, હરિયાણા સરકારના HSCST ફેલોશિપ કાર્યક્રમમાં અરજી કરી શકે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

ર૮ વર્ષની વયજૂથના અરજદારો કે જેમણે ઉલ્લેખિત વિષયોમાં ઓછામાં ઓછા પપ ટકા ગુણ મેળવ્યા છે અને ૧૬ જૂન ર૦૧૯ ના રોજ જેઆરએફ અને એલએસ (NET) માટે સંયુકત CSIR- UGC પરીક્ષામાં લેકચરરશીપ-નેટની પરીક્ષા પાસ કરી હોય, તેઓ તારીખ ૩૦/૬/ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

પસંદ થયેલ જુનિયર રિસર્ચ ફેલોને પ્રથમ બે વર્ષ માટે માસિક ૩૧,૦૦૦ રૂપિયા, સિનિયર રીસર્ચ ફેલોને મહિને ૩પ,૦૦૦ રૂપિયા અને વાર્ષિક આકસ્મિક ભથ્થા તરીકે ર૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

-અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/HCF5

 આશુતોષ મુખર્જી ફેલોશિપ, ISCA ર૦ર૧-રર અંતર્ગત આ ફેલોશિપ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિયેશન ISCA દ્વારા પોતાના પીએચ.ડી ડિગ્રી ધારક લાઇફ મેમ્બરને આપવામાં આવે છે. આ ફેલોશિપ હેઠળ એ લાઇફ મેમ્બર્સ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે કે જેઓ નિવૃત્તિ પછી પણ ઉચ્ચ ગુણવત્તાના સંશોધન કાર્ય સાથે સંકળાયેલા હોય છેે.

-અરજી કરવા માટેની પાત્રતા

૬પ થી ૭૦ વર્ષની વય ધરાવતા ઉમેદવારો કે જેઓ વિજ્ઞાન ઇજનેરીમાં પીએચ.ડી. અથવા મેડિસીનમાં એમ.ડી.ની ડિગ્રી ધરાવે છે, તેઓ અરજીપાત્ર છે. ફેલોશિપ અરજી માટે ઉમેદવારના સંશોધનકાર્યનું  રીસર્ચ પબ્લિકેશન-જર્નલમાં પ્રકાશન અને માન્યતાના પુરાવા પણ એક મુખ્ય માપદંડ છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧પ/૭/ર૦૨૦ છે.

પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા અને આકસ્મિક અનુદાન તરીકે ૧,૦૦૦૦૦ રૂપિયા (૧ લાખ રૂપિયા)ની રકમ મળશે.

-અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/AMF3

બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રીના પ્રોજેકટ ઉપર રીસર્ચ કરવાની ઇચ્છા હોય કે પછી લાઇફ સાયન્સ, ફીઝીકસ, કેમેસ્ટ્રી, મેથ્સ, એન્જીનીયરીંગ, સાયન્સ વિગેરે વિષયોમાં હરીયાણા રાજયમાં Ph.D.કરવાની ઇચ્છા હોય. ઉપરાંત સાયન્સ એન્ડ એન્જીનીયરીંગમાં Ph.D. અને મેડીસીનમાં M.D. ની ડીગ્રી ધરાવતા સેવા નિવૃત લોકો માટે ઉપયોગી ફેલોશીપ મેળવવાનો મસ્ત ચાન્સ આવ્યો છે.

સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, યોગ્ય લાયકાત, હકારાત્મક અભિગમ, સમાજને ઉપયોગી બનવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(9:55 am IST)