Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

રાજકોટમાં 'નોટા'ને સૌથી વધુ ૩૯૨૬ મત મુખ્યમંત્રીના વિસ્તારમાં: ભાજપને સૌથી વધુ લીડ પણ ત્યાં જ

રાજકોટ, તા. ૨૪ :. ગઈકાલે સંસદની ચૂંટણીનું પરિણામ જાહેર થતા કોને કેટલા મત મળ્યા છે ? તે સામે આવી ગયુ છે. રાજકોટમાં નોટાને સૌથી વધુ ૩૯૨૬ મત મુખ્યમંત્રીના વિધાનસભા મત વિસ્તાર રાજકોટ પશ્ચિમમાં મળ્યા છે. ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાને સૌથી વધુ ૧,૧૩,૮૪૬ મતની સરસાઈ પણ આ જ વિસ્તારમાં મળી છે. જસદણમાં ભાજપને આખી લોકસભામાં સૌથી ઓછી ૨૮૦૦ મતની સરસાઈ મળી છે. નોટાને આ વિસ્તારમાં સૌથી ઓછા ૧૪૩૫ મત મળ્યા છે. મતદારને જ્યારે કોઈ ઉમેદવાર યોગ્ય ન જણાય ત્યારે નોટા વિકલ્પનો ઉપયોગ કરવા માટેની તક હોય છે. રાજકોટ લોકસભા વિસ્તારમાં કઈ ધારાસભા બેઠકમાં નોટાને કેટલા મત મળ્યા ? તેની આંકડાકીય માહિતી નીચે મુજબ છે.

ટંકારા- ૨૨૩૧

વાંકાનેર - ૨૪૧૯

રાજકોટ પૂર્વ - ૨૬૨૪

રાજકોટ પ. - ૩૯૨૬

રાજકોટ દક્ષિણ - ૨૪૩૩

રાજકોટ ગ્રામ્ય - ૨૯૭૨

જસદણ - ૧૪૩૫

કુલ- ૧૮૦૪૦

(4:12 pm IST)