Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વાડી ખાતે ચલાવાતા નિઃશુલ્ક વર્ગના ધો. ૧૦ના છાત્રોએ વધાર્યુ સમાજનું ગૌરવ

રાજકોટઃ વાટલિયા પ્રજાપતિ સમાજની વાડીએ મોહિત વોરા સર દ્વારા ચલાવાતા ધો.૧૦ અને ૧રના નિઃશુલ્ક વર્ગોમાં માર્ચ ર૦૧૯માં લેવાયેલ ધોરણ ૧૦ની બોર્ડ પરિક્ષામાં વર્ગના ૯ વિદ્યાર્થીઓ માંથી સાત વિદ્યાર્થીઓએે ઉચ્ચ ગુણ મેળવી ઝળહળતી સફળતા મેળવી છે. જેમાં ધંધુકિયા બંસી ૯૮.૧ર પી.આર., અમેથીયા પાર્થ ૯૬.૮૦ પી.આર., ગોંડલીયા સોહમ ૯૪.૯૮ , ગોંડલીયા ભાર્ગવ ૯૪.૬૬ , સરવૈયા હીના ૯૩.પ૩, રાવલ મીત ૯ર.૪ર , કટકીયા હર્ષલ ૯૦.ર૮ , ગોંડલીયા હાર્દિક ૮૬.૭૮ ,અને  માળવી પાર્થ ૭૭.૬પ, કુલ ૯ વિદ્યાર્થીઓમાંથી ૭ વિદ્યાર્થીઓ ૯૦  અપ પી.આર. મેળવેલ ે છે.આ સાબિત કરે છેકે આપણામાં સમાજમાં પ્રતિભાની કમી નથી.વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા સમાજની વાડી ખાતે દરરવિવારે ૪ થી૬ ધો. ૧૦ અને ૧ર ના વર્ગો નિઃશુલ્ક શરૂ કરાયેલ છે. પ્રવેશ મેળવવા માટે વાડી ખાતે મોહીત વોરા સરનો સાંજના ૪ થી ૬ સંપર્ક કરવો. વર્ગ શરૂ કરવામાં જાબાલ કટકિયાએ ભારે જહેમત ઉઠાવી આ સફળતા હાંસલ કરાવેલ છે.

(3:53 pm IST)
  • રાજબબ્બરનું રાજીનામુ : યુપીમાં કોંગ્રેસનો ધબડકો થતાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છેઃતેમણે રાજીનામાનો પત્ર પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીને મોકલી આપ્યો છેઃ તેમણે પરાજયની જવાબદારી સ્વીકારી લીધી છે. access_time 11:32 am IST

  • નરેન્દ્રભાઇના ઐતિહાસિક વિજય અંગે વિવિધ અખબારોએ આજે શું લખ્યું છે ? access_time 11:33 am IST

  • નેતાજીના ભત્રીજાનો પરાજય :ટીએમસીના માલા રોયે હરાવ્યા ;નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા ચંદ્રકુમાર બોઝને કોલકતા દક્ષિણ સીટ પરથી 34,64 ટકા માટે મળ્યા ;પરંતુ વિજય ના અપાવી શક્યા access_time 1:14 am IST