Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સુપ્રસિધ્ધ ગીતકાર મજરૂહ સુલતાનપુરીઃ પુણ્યતિથિ

 મઝરૂહ સુલતાની પૂરીનો  જન્મ ૧ ઓક્ટોબર ૧૯૧૯એ ઉત્તરપ્રદેશમાં સ્થિત જિલ્લા સુલતાનપુરમાં થયો હતો. તેમનું  અસલી નામ અસરાર ઉલહસન ખાન હતું પરંતુ દુનિયા તેઓને મઝરૂહ સુલતાન પુરીના નામથીઓળખે છે.મઝરૂહ સાહેબના પિતા એક પોલીસ ઉપનિરીક્ષક હતા અને તેમની ઈચ્છા હતી કે તેમનો પુત્ર પણ સારામાં સારૃં શિક્ષણ મેળવે તેથી આયુર્વેદિક મેડિકલમાં શિક્ષણ મેળવી એક હકીમ રૂપે કામ કરવા લાગ્યા.પરંતુ તેમનું મન તો નાનપણ થી જ ક્યાંય બીજે લાગ્યું હતું. મઝરૂહ સુલતાનપુરી ને શેર-શાયરીથી ખૂબ લગાવ હતો. તેઓ હંમેશાં મુશાયરાઓમાં જતા હતા અને તેનો હિસ્સો બનતાહતા અને આને કારણે તેઓને ઘણું નામ અને ઈજ્જત મળવા  લાગી અને આને કારણે તેમણે મેડિકલની પ્રેક્ટિસ અધવચ્ચે છોડીને મુશાયરાનો હિસ્સો બનવા લાગ્યા. તેના પછી સતત મઝરૂહ સાહેબ શાયરીની દુનિયામાં આગળ વધવા લાગ્યા. તેમને લોકોનો ઘણો પ્રેમ મળતો રહ્યો. તેમના દ્વારા લખેલી શાયરી લોકોના હૃદયને સ્પર્શતી  હતી.અને તેઓ મુશાયરોની શાન બનીગયા. મઝરૂહ સુલતાનપુરીએ  પચાસથી વધારે વરસો સુધી હિન્દી ફિલ્મો માટે ગીત લખ્યા.આઝાદી મળ્યાના બે વરસ પહેલાં  જ તે એક મુશાયરામાં હિસ્સોલેવા બોમ્બે ગયા હતા અને ત્યારે તે સમયના મશહુર ફિલ્મ નિર્માતા કારદારે તેમને પોતાની નવી ફિલ્મ શાહજહાં માટે ગીત લખવાની તક આપી હતી. તેમની પસંદગી એક સ્પર્ધા દ્વારા કરવામાં  આવી હતી. આ ફિલ્મનું ગીત પ્રસિદ્ધ ગાયક કુંદનલાલ સહગલે ગાયું હતું. આ ગીત હતું. 'ગમ દિએ મુસ્તકીબ ઔર જબ દિલ હી રૂટગયા' જે આજે પણ ઘણું લોકપ્રિયછે. આના સંગીતકાર નૌશાદ હતા.જે ફિલ્મો માટે તેમણે ગીતલખ્યા તેમાંથી  સી.આઈ.ડી., ચલતી કા નામગાડી, નૌ દો ગ્યારાહ, તીસરીમંઝીલ, પેઈગં ગેસ્ટ, કાલા પાની,તુમ સા નહીં દેખા, દિલ દે કે દેખો,દિલ્લી કા ઠગ વગેરે. પંડિત નહેરૂની નીતિઓ વિરૂદ્ધ એક જોશીલીકવિતા લખવાને કારણે મઝરૂહસુલતાનપુરીને સવા વરસ જેલમાંરહેવું પડ્યું. ૧૯૯૪માં તેઓને ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા. આનાથી પહેલાં ગાલિબ એવોર્ડ અને૧૯૯રમાં ઈકબાલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તેઓ જીવનના અંત સુધી ફિલ્મોથી જોડાયેલા રહ્યા.ર૪ મે ર૦૦૦એ મુંબઈમાં તેમનો દેહાંત થયેલ(૪૦.૧૦)

 પૂરું નામ : અસરાર ઉલહસનખાન

જન્મ : ૧ ઓક્ટોબર ૧૯૧૯ (ઉત્તરપ્રદેશ સ્થિતસુલતાનપુર)

રાષ્ટ્રીયતા : ભારતીય

કાર્યક્ષેત્ર ગીતકાર

પુરસ્કાર : ફિલ્મ ફેર એવોર્ડ :૧૯૬૪, દાદા સાહેબફાળકે પુરસ્કાર :

૧૯૯૩, ગાલિબ એવોર્ડ : ૧૯૮૦,

ઈકબાલ એવોર્ડ : ૧૯૯ર

(4:12 pm IST)