Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

શાપરમાં દૂષ્કર્મના આરોપી રાજેન્દ્ર મંડલને પોલીસ પકડે એ પહેલા ટોળાએ ઢીબ્યો'તો

હવસખોરને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૪: શાપર વેરાવળમાં મુળ બિહારના રાજેન્દ્ર સમરાભાઇ મંડલ (ઉ.૫૮) નામના હવસખોરે પોતાની જ ત્રણ વર્ષની કોૈટુંબીક ભત્રીજીને રમાડવાના બહાને લઇ જઇ દૂષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો હતો. આ હવસખોરને પોલીસ પકડે એ પહેલા ટોળાએ બેફામ ઢીબી નાંખ્યો હતો. ધરપકડ બાદ તેણે પોતાને મારને કારણે દુઃખાવો થતો હોવાનું જણાવતાં પોલીસ બંદોબસ્ત હેઠળ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં રાજેન્દ્રએ પોતાને બાબુ મંડલ, પંકજ મંડલ, રણજીત સહિતનાએ  ધોકાથી માર મારવામાં આવ્યાનું જણાવતાં એ મુજબની એન્ટ્રી નોંધાઇ હતી. ઉલ્લેખનિય છે કે આ વિકૃત ઢગાએ અગાઉ બિહારમાં પણ આવી એક બાળકીને હવસનો શિકાર બનાવી હતી અને એ ગુનામાં તે જેલમાં પણ રહ્યો હતો. ફરીથી આવો કૃત્ય શાપરમાં આચરતાં ટોળું ભારે રોષે ભરાયું હતું અને ધોલધપાટ કરી હતી. (૧૪.૯)

(12:59 pm IST)