Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

સીંગર ડો.પ્રીતી ભટ્ટ દ્વારા હનુમાનજીની સ્‍તુતિ કરતાં મંત્રો ‘શ્રી હનુમાન' યુ ટયુબ પર લોન્‍ચ

રાજકોટઃ હનુમાન જયંતીના પાવન અવસર પર સીંગર, એન્‍કર, એક્‍ટર, રાઈટર, ડયુઅલ વોઈસ ક્‍વિન ડો. પ્રીતિ ભટ્ટ નું નવું ભક્‍તિ ગીત, હનુમાનજી ની સ્‍તુતિ કરતા મંત્રો શ્રી હનુમાન', ડો. પ્રીતિ ભટ્ટ ની સિધ્‍ધ મ્‍યૂઝિક' નામની યુટયુબ રોગ ચેનલમાં લોન્‍ચ કરવામાં આવ્‍યું છે,

આજની યુવા પેઢી પસંદગી ને ધ્‍યાનમાં રાખીને, હનુમાનજી ની સ્‍તુતિ કરતા વિવિધ મંત્રોની હારમાળા છે. ડો. પ્રીતિ ભટ્ટ દ્વારા તૈયાર કરવામાં છે. આવેલ છે, જેમાં ડો. પ્રીતિ ભટ્ટે મો. ૯૭૨૬૯ ૩૨૫૬૮ પોતાના ડયુઅલ વોઈસ એટલે કે, ફિમેલ અને મેલ બંન્ને અવાજ માં અલગ-અલગ ઓક્‍ટિવસ માં ૮ થી ૧૦ ટ્રેક માં સ્‍વર આપ્‍યો છે, તેને આધુનિક અંદાજ માં કમ્‍પોઝ અને સંગીત બદ્ધ કરી અદભુત વિડીયોગ્રાફી ઓમ દવે એ કરેલ છે, હનુમાન જયંતિ એ રીલીઝ થતાં ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:56 pm IST)