Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજકોટમાં કોરોનાની માહિતી આંગળીના ટેરવે જોઈ શકાશે: મ્યુ.કોર્પોરેશન દ્વારા વેબ ડેસ્ક બનાવવાયુ :http://www.rmc.gov.in/covid19/ કરો ક્લિક

ક્વોરેન્ટાઈન સ્થળ પ્રમાણે સંખ્યા :પોઝીટીવ કેઈસ નું ગૂગલ મેપ પર મેપિંગ તેમજ ક્લસ્ટરનું આઈડેન્ટીફીકેશન થઇ શકશે

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા નોવેલ કોરોના વાઇરસ સામે લડત ના ભાગ રૂપે કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર ની ગાઈડલાઈન અનુસાર માન. મ્યુનિ કમિશર ઉદિત અગ્રવાલના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના બહોળા પ્રમાણમાં પગલાંઓ લેવામાં આવી રહ્યા છે  જેની મદદથી હાલમાં કોરોના વાઇરસ ના ફેલાવો રોકવામાં ઘણા ખરા અંશે સફળતા મેળવેલ છે.
  આ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલ વિવિધ પગલાઓની માહિતી માટે ખાસ એક અધ્યતન વેબ ડેસ્ક બનાવવામાં આવેલ છે જેની મદદથી શહેર માં ફેલાયેલ આ મહામારીને સમજવામાં મદદ રૂપ થાય છે.જમનાકરી મેળવવા માટે :http://www.rmc.gov.in/covid19/ લિંક પર ક્લિક કરવું પડશે
આ વેબ ડેસ્કમાં  જુદા જુદા ગ્રાફિક ની મદદ વડે નોવેલ કોરોના વાઇરસ નું રાજકોટ શહેર ને લાગત એનાલિસીસ દર્શાવવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
શહેરમાં કુલ લેવાયેલ સેમ્પલ ની સંખ્યા
શહેરમાં COVID-19 પોઝીટીવ કેઈસની સંખ્યા
શહેરમાં COVID-19 નેગેટીવ કેઈસની સંખ્યા
શહેરમાં COVID-19 ને કારણે થયેલ મરણ ની સંખ્યા
તારીખ વાઈઝ COVID-19 પોઝીટીવ કેઈસની સંખ્યા
ઉમર પ્રમાણે COVID-19 પોઝીટીવ કેઈસની સંખ્યા
સ્ત્રી/પુરુષ પ્રમાણે COVID-19 પોઝીટીવ કેઈસની સંખ્યા
ક્વોરેન્ટાઈન સ્થળ પ્રમાણે સંખ્યા
પોઝીટીવ કેઈસ નું ગૂગલ મેપ પર મેપિંગ તેમજ ક્લસ્ટર નું આઈડેન્ટીફીકેશન  
એકટીવ COVID-19 પોઝીટીવ થયેલ લોકોના નામ અને સરનામા
પોઝીટીવ COVID-19 ટેસ્ટ માંથી સાજા થયેલ લોકોના નામ અને સરનામા

ઉપરોક્ત ડેશબોર્ડ રાજકોટ મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગ  દ્વારા ઈનહાઉસ તૈયાર કરવામાં આવેલ છે જેની મદદથી રાજકોટ શહેરમાં નોવેલ કોરોના વાઇરસની વિગતો મળી શકાય છે.


ડેશ બોર્ડની લિંક

http://rmc.gov.in/covid19/

(9:26 pm IST)