Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજકોટ જિલ્લામાં મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોના ૬૬૭૬ એકમોને મંજૂરી: ૨૭૨૪ શ્રમિકોને પાસ ઇશ્યુ કરાયા

રાજકોટ :વિશ્વવ્યાપી કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે અમલી બનેલા લોકડાઉનના પગલે રાજયસરકાર દ્વારા જાહેર કરાયેલી આંશિક ઔદ્યોગિક છુટછાટ અન્વયે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૨૩ એપ્રિલ સુધી જિલ્લાના કૂલ ૬૬૮૪ ઔદ્યોગિક એકમોને મંજૂરી આપવામાં આવી છે, ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓના કૂલ ૬૭૧૧ એકમોએ અરજી કરી હતી, જે પૈકી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ૧૪૫૬એકમો તેમજ જી.આઇ.ડી.સી.બહારના ૫૨૨૮ એકમોને તેમના  ઔદ્યોગિક એકમો શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.

 જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જે એકમોને મંજૂરી આપવામાં આવી છે, તે મુજબ ૨૩ એપ્રિલ સુધી કૂલ ૧૧૧૪ એકમો કાર્યાન્વિત થઇ શકશે, જયારે ૨૨ એપ્રિલે લોધિકા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ૩૩૭ અને પડધરી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ૨(બે) અને રાજકોટ જી.આઇ.ડી.સી.વિસ્તારમાં ૩ એકમો કાર્યરત કરવાની મંજૂરી અપાઇ છે

  જી.આઇ.ડી.સી.બહારના વિસ્તારોમાં ૨૨ એપ્રિલ સુધી કૂલ ૩૯૮૩ યુનિટસને તેમના ઔદ્યોગિક એકમો શરૂ કરવાની મંજૂરી અપાઇ હતી, જયારે ૨૩ એપ્રિલે ધોરાજીના ૪૦, ગોંડલના ૧૨૯, જસદણના ૩૩, કોટડાસાંગાણીના ૧૨૪૦, લોધિકાના ૫૯૪, પડધરીના ૬૦ અને રાજકોટ તાલુકાના ૯૬ ઉદ્યોગોને લોકડાઉનના સમયમાં તેમની કામગીરી પુનઃ શરૂ કરવા માટે મંજૂરી અપાઇ છે.

 રાજકોટ જિલ્લાના મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને પણ લોકડાઉન દરમ્યાન તેમના એકમો શરૂ કરવા માટે મંજૂરી અપાઇ છે, જેમાં ૨૨ એપ્રિલ સુધીમાં સમગ્ર જિલ્લાના કૂલ ૫૦૮૯ એકમોને મંજૂરી આપવામાં આવી હતી, જયારે ૨૩ એપ્રિલે ધોરાજીના ૪૦, ગોંડલના ૧૨૯, જસદણના ૩૩, કોટડાસાંગાણીના ૮૪૯, લોધિકાના ૩૮૦, પડધરીના ૬૦ અને રાજકોટ તાલુકાના ૯૬ મળી કૂલ ૬૬૭૬ મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને લોકડાઉનના સમયમાં તેમની કામગીરી પુનઃ શરૂ કરવા માટે મંજૂરી અપાઇ છે,

ઉદ્યોગો શરૂ કરવા માટે ગોંડલ તાલુકામાં ૯૩૮, કોટડાસાંગાણીમાં ૬૦૭, જેતપુરમાં ૬, લોધિકામાં ૭૭૭, પડધરીમાં ૬ અને રાજકોટ તાલુકામાં ૩૯૦ મળી કૂલ ૨૭૨૪ પાસ ઇશ્યુ કરવામાં આવ્યા છે, તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરીની યાદીમાં જણાવાયું છે.

(7:24 pm IST)