Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

શબ્બીર તેલવાલા નામના યુવાને અઢાર વખત લોકડાઉન ભંગ કર્યો : અંતે પકડાયો

કન્ટ્રોલ રૂમના એએનપીઆર કેમેરામાં કેદ થયો

રાજકોટ તા. ૨૪: કોરોનાને કારણે લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ મથી રહી છે. પરંતુ અમુક એવા છે જે કોઇપણ ઇમર્જન્સી કારણ વગર બહાર આટાફેરા કરવા નીકળી પડે છે. જ્યુબલી બાગ નજીક ઠાકર હોટેલની પાછળ રહેતો શબ્બીર ફઝલેઅબ્બાસભાઇ તેલવાલા નામનો શખ્સ ૨૪/૩ થી ૨૩/૪ના ગાળામાં પોતાના ઘરેથી જીજે૦૩કેજે-૮૧૪૦ નંબરના ગ્રે કલરના એકસેસ પર ૧૮ વખત નીકળ્યો હતો. પોલીસ કન્ટ્રોલ રૂમના પીએસઆઇ એમ. જે. રાઠોડ અને ટીમે એએનપીઆર કેમેરાને આધારે આ શખ્સની તપાસ કરાવતાં એ-ડિવીઝન પોલીસ તેને પકડી લાવી હતી. પુછતાછમાં તેણે બહાર નીકળવાના કોઇ ગંભીર કારણો ન બતાવતાં તેના વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. કોઇ એમ સમજતું હોય કે પોલીસને ખબર નથી પડતી તો તેણે આ કેસ પરથી સમજી જવું જરૂરી છે.

(4:06 pm IST)