Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

દરેક ગામ, શહેર અને વિસ્તારમાં કોરોના યોધ્ધા ટીમ બનાવાશે : ઉકાળો-ગોળીનું વિતરણ

લોકડાઉન ઉપરાંત લોકજાગૃતિ જરૂરી : રોગપ્રતિકારક શકિત વધારો

રાજકોટ, તા. ર૪ : રાજય સરકારે 'આયુષ' ની મદદથી કોરોના સામે લોકોની રોગપ્રતિકારક શકિત વધારવા માટે કોરોના યોધ્ધાની ટીમ બનાવવાનું નક્કી કર્યું છે. આ અંગે આરોગ્ય વિભાગના સંયુકત સચિવ આઇ.એમ. કુરેશીની સહીથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ગામ દીઠ પાંચ કોરોના યોદ્ધાઓ - સ્વયંસેવકો દ્વારા ગામની કોમોરબીડ અને વૃદ્ધ વ્યકિતઓનું લિસ્ટ બનાવવામાં આવેલ છે. આ યોદ્ધાઓ દ્વારા આરોગ્ય ટીમની મદદથી વૃદ્ધો અને કોમોરબીડ વ્યકિતઓની કાળજી પણ લેવામાં આવી રહી છે જે પ્રસંશનીય છે. આ માળખુ રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ અપનાવવામાં આવે તે જરૂરી છે.

આથી રાજ્યના તમામ જિલ્લાના ગામડાઓમાં અને શહેરી વિસ્તારમાં વસ્તી પ્રમાણે દરેક ચાલી, પોળ, ફલેટ, સોસાયટી, વસાહતો માટે જરૂરીયાત મુજબના એકથી પાંચ વ્યકિતઓની 'કોરોના યોદ્ધા' ટીમ તેમના વિસ્તારના વૃદ્ધ અને કોમોરબીડ વ્યકિતઓની યાદી બનાવે ઉપરાંત પ્રિવેન્ટીવ કેર મેનેજમેન્ટ, દવાઓ, એર્સેનીક એલ્બમ ૩૦ ટેબ્લેટનું વિતરણ, આયુર્વેદીક ઉકાળા તથા હાઈડ્રોકસીચીલોરોકવીન ટેબ્લેટ (તજજ્ઞની સલાહ બાદ પુખ્તવયની વ્યકિત માટે ૪૦૦ મીલીગ્રામ તથા સગીર માટે ૨૦૦ મીલીગ્રામની એક ટેબ્લેટ અઠવાડીયમાં એકવાર તથા હૃદયરોગના દર્દીઓએ આ

બાબતે તજજ્ઞની અચુક મેળવવાની રહેેશેનું તથા જરૂરી આયુષ દવાઓનું વિતરણ થાય તે જિલ્લા તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે.

દરેક જિલ્લા તંત્રએ પોતાના જિલ્લામાંં આવેલ આયુષ દવાખાના/આયુષ હોસ્પિટલોની યાદી મુજબ તબીબો દ્વારા જરૂરી આયુષ દવાઓ ઉકાળાઓ પુરા પાડવામાં કોરોના યોધ્ધાઓની મદદ લઇ દવાઓનું વિતરણ અસરકારક રીતે કરવાનું રહેશે અને મ્યુનિસિપલ વિસ્તારોમાં વહીવટી તંત્રએ જિલ્લા આયુષ અધિકારીઓ તથા આર્યુવેદિક કોલેજો/હોસ્પિટલોના વડાની સાથે મળી આયુષ ડોકટરો અને કોરોના યોધ્ધાઓએ સાથે રહી આ કામગીરી કરવાની રહેશે.

(4:03 pm IST)