Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

વોર્ડ નં. ૧૮માં કોંગી કોર્પોરેટર મેનાબેન જાદવ દ્વારા ટીફીન સેવા

 રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વોર્ડ નં.૧૮ કોર્પોરેટર શ્રી મેનાબેન વલ્લભભાઈ જાદવ દ્વારા  સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર હોય તેમજ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં કોરોના ૨-૩ તબક્કામાં હોય ત્યારે રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૮ના જુદા-જુદા વિસ્તારોમાં વોર્ડની શેરીઓમાં ફરી ફૂડ પેકેટ અને ટીફીન દ્યરે દ્યરે પહોંચાડવાની વ્યવસ્થા મીઠાભાઈ જાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે. આ કાર્યમાં વોર્ડ નં.૧૮ ના કોંગ્રેસ પક્ષના કાર્યકરો તેમજ સમાજના આગેવાનો, આ સેવાકીય કાર્યમાં સેવા આપવા આવી રહ્યા છે. રસોડે જુદા-જુદા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહી કામ કરનાર દરેક સ્વંયસેવક ભાઈ-બહેનને રૂબરૂ મળી સેવા કરવા બદલ બિરદાવેલ છે તેમજ કોરોના વાઈરસ સામે સાવચેતીના પગલા રાખવા અને સચેત રહેવાના પગલાઓ જણાવેલ છે. આ રાહત કામગીરીમાં વોર્ડ નં.૧૮ ના કોર્પોરેટર મેનાબેન જાદવ, વલ્લભભાઈ જાદવ, શૈલેશભાઈ જાદવ, અલ્પેશભાઈ સાધારીયા, વિપુલભાઈ, મનસુખભાઈ ડાભી, શૈલેશભાઈ મેર, છગનભાઈ મેર, વિજયભાઈ, ડી.કે. ગોહેલ, વિક્રમભાઈ, જગાભાઈ જાદવ, મહિલા આગેવાનો, મંજુબેન, જયાબેન બાવળિયા, કલુબેન ચૌહાણ, વર્ષાબેન વ્યાસ, દિપ્તીબેન, સંગીતાબેન  વગેરે સેવા આપી રહ્યા છે. તસ્વીરમાં ટિફીન માટે રસોઇ તૈયાર કરાઇ રહી હોવાનું દર્શાય છે.

(3:53 pm IST)