Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મ.ન.પાની આરોગ્ય ટીમ દ્વારા ૧૨ વોર્ડના વિવિધ વિસ્તારોમાં સર્વે

રાજકોટ,તા.૨૪: કોરોના વાઇરસની મહામારી સંક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જંગલેશ્વર વિસ્તાર સિવાયના વોર્ડ નં. ૦૧, ૦૨, ૦૪, ૦૫, ૦૬, ૦૭, ૦૯, ૧૧, ૧૨, ૧૩, ૧૭ અને ૧૮ના વિસ્તારોમાં આરોગ્ય શાખાની અલગ અલગ ટીમો દ્વારા ડોર – ટુ – ડોર એકસ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી કરવામાં આવે છે. આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને કોરોના અંગેના લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે, જો કોઈ ઘરે લક્ષણો ધરાવતા વ્યકિત મળી આવે તો તેને જરૂરી માર્ગદર્શન અથવા રીફર કરવામાં આવશે, લક્ષણો પરથી જરૂરી જણાય તો જે તે વ્યકિતનો રીપોર્ટ પણ કરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું.

આ ટીમો દ્વારા જંગલેશ્વર સિવાય શહેરમાં વોર્ડ નં.૦૧ના ભારતીનગર વોર્ડ નં. ૦૨ના એકઝાનનગર વોર્ડ નં. ૦૪ના શ્રમજીવી સોસાયટી, વોર્ડ નં. ૦૫ના રણછોડનગર, વોર્ડ નં.૦૬ના શિવાજીનગર, રામ પાર્ક, ગોવિંદબાગ, વોર્ડ નં. ૦૭ના પ્રહલાદ પ્લોટ, વોર્ડ નં. ૦૯ના શ્રીજી પાર્ક, વોર્ડ નં. ૧૧ના સરદાર પટેલ કોલોની, વોર્ડ નં. ૧૨ના શ્રીનાથજી સોસાયટી, મવડી, વાવડી, કિશન પાર્ક, વિશ્વેશ્વર સોસાયટી, વોર્ડ નં. ૧૩ના લોધેશ્વર, રામનગર, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, વોર્ડ નં. ૧૭ના બાબરીયા વિસ્તાર વોર્ડ નં. ૧૮ના કોઠારીયા વગેરે વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી છે.

(3:52 pm IST)