Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સિવિલ હોસ્પિટલમાં ફાકી-તમાકુ અને બીડી વેંચવા આવેલા રેલનગરના નિલેષને સિકયુરીટીએ દબોચ્યો

બીડીની જુડી ૫૦માં, ફાકી ૨૫માં અને તમાકુ ૨૦માં વેંચતો'તોઃ કયાંથી લાવ્યો તે અંગે પોલીસ તપાસ કરશે

રાજકોટઃ કોરોનાને કારણે લોકડાઉનનું કડક પાલન પોલીસ કરાવી રહી છે. પાન-બીડી-સિગારેટ-તમાકુના વેંચાણ કરતાં ગલ્લાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. પ્રતિબંધ હોવા છતાં આવી ચીજવસ્તુઓ હાલના દિવસોમાં છાનેખુણે વેંચાય છે. અમુક તો બમણા કે ત્રણ ગણા ભાવ વસુલી બંધાણીઓને ચુસી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ દરમિયાન સિકયુરીટીની ટીમે રેલનગર નાથદ્વારા પાર્કના નિલેશ રામશીભાઇ આડેસરા નામના શખ્સને બીડીની ત્રણ જુડીઓ, દસ તમાકુવાળી ફાકી તથા મિરાજની પડીકીઓ સાથે નવી ઓપીડીમાંથી પકડી લઇ પ્ર.નગર પોલીસને સોંપ્યો છે. સિકયુરીટીના ઇન્ચાર્જ નિવૃત પીઆઇ એ. ડી. જાડેજા, નિવૃત એએસઆઇ જનકસિંહ ઝાલા અને સિકયુરીટી ગાર્ડ અફઝલભાઇ, રણજીતભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(3:38 pm IST)