Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

દાઉદી વ્હોરા સમાજના રમઝાન માસ શરૂ

ઘરમાં રહીને જ બંદગી- ઈબાદત શરૃઃ નમાઝ પોતપોતાના ઘરે જ પઢવાનો અનુરોધ

રાજકોટ,તા.૨૪: દાઉદી વ્હોરા સમાજના રમઝાન માસનો આજથી પ્રારંભ થયો છે. કોરોનાના ફફડાટ અને લોકડાઉન વચ્ચે ખુદાની ઈબાદત કરવાનો પવિત્ર મહિનો આજથી શરૂ થયો છે. તકેદારીના ભાગરૂપે નમાઝ ઘરે જ પઢવા અનુરોધ કરાયો છે.

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો.સૈયદના સાહેબ દ્વારા એક સપ્તાહ પહેલા જ પુરતી તકેદારી રાખવા અને ઘરમાં જ રહીને ઈબાદત કરવા તાકીદ કરી હતી. સમાજના બિરાદરોએ વ્હેલી સવારે શેહરી કરીને પવિત્ર રોઝાની શરૂઆત કરી હતી. સવારે ફજર, બપોરે ઝોહર, અશર અને સાંજે મગરીબની નમાઝ અદા કરી ખુદાની બંદગી કરી હતી. ત્યાર બાદ રોઝાની ઈફતારી કરી હતી અને ઈશાની નમાઝ અદા કરી હતી. લોકડાઉન શરૂ થયુ ત્યારથી જ પૂરા આલમમાં અકે સાથે ઝીકરે હુસૈનની મંજલીશ રાત્રિએ ૯ વાગ્યે ઓનલાઈન શરૂ થાય છે.

(3:37 pm IST)