Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ગુજરાતના ૮પ હજાર વકીલોને ઓફિસો ખોલવાની મંજુરી આપો

કોર્ટમાં અરજન્ટ કામગીરી ચાલુ છે : દસ્તાવેજ નોંધણી માટે મંજુરી અપાઇ છે : વકીલોને દસ્તાવેજો-પેપર્સ તૈયાર કરવા ઓફીસો ખોલવાની મંજુરી આપવા મુખ્યમંત્રીને રજુઆત કરતાં દિલીપ પટેલ

રાજકોટ, તા. ર૪:  બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દીલીપ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આજે એક પત્ર લખી અને ગુજરાતમાં ૮પ,૦૦૦ વકીલોને હવે લોકડાઉન દરમ્યાન ઓફિસ જવા અને કામ કરવાની પરમીશન આપે તેવી રજુઆત કરેલ છે.

સમગ્ર ગુજરાતમાં તા. ર૦ માર્ચથી ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ વકીલોએ કામગીરી બંધ કરેલ હતી અને તા. રર માર્ચથી લોકડાઉન શરૂ થયેલ હતુ આ લોકડાઉન દરમ્યાન અરજન્ટ કામ માટે કોર્ટમાં જામીન અરજી-રીમાન્ડ અરજીની માત્ર સુનાવણી થતી હતી, આ દરમ્યાન પણ વકીલો પોતાા કેસની તૈયારી કરવા માટે ઓફિસે જઇ શકતા ન હતા.

ગુજરાતમાં અનેક સ્થળે મહામારીનો એક પણ કેસ નોંધાયેલ નથી, અમુક જિલ્લા પોલીસ અધિક્ષકે વકીલોને ઓફિસે જવા પરમીશન આપેલ છે. હાલમાં ૯૮ સબરજીસ્ટ્રારોમાં દસ્તાવેજી કામકાજો શરૂ કરવામાં આવેલ છે. આવા સંજોગોમાં દસ્તાવેજો તૈયાર કરવા, કેસની તૈયારી કરવા, બુક વાંચવા ઓફિસે વકીલને જવા પરવાનગી આપવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરાઇ છે.

ગુજરાતના ૮પ,૦૦૦ વકીલોના હીત, કુટુંબની વ્યથા અસીલોના કામની મુશ્કેલી વિગેરે ધ્યાને રાખી લોકડાઉનમાં વકીલોને ઓફિસે જવા, ખોલવા પરવાનગી આપવા દિલીપભાઇ પટેલ દ્વારા રજુઆત કરાઇ છે.

(3:36 pm IST)